નોટબંધીમાં રૂપિયા 36 કરોડ જમા કરનારા બુલિયન ટ્રેડરની રૂપિયા 1.12 કરોડની મિલકત જપ્ત

www.mrreporter.in
Spread the love

સુરત – મી.રિપોર્ટર, 18મી ડિસેમ્બર. 

દેશમાં નોટબંધીના સમયમાં રૂપિયા  36.17 કરોડ જમા કરી તેને સગેવગે કરવાનો પ્રયાસ કરનારા બુલિયન ટ્રેડર્સ હસમુખ શાહની 1.12 કરોડની ફલેટ, એફડી સહિતની સ્થાવર-જંગમ મિલકતો ઇડીએ આક્રમક કામગીરી કરી ને  જપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  ચાર વર્ષ અગાઉ નોટબંધીના ગાળાની આવકવેરા વિભાગની તપાસના આધારે સીબીઆઇએ આ કેસને લગતી બે એફઆઇઆર કરી હતી. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

નોટબંધી સમયે નાણાંની હેરફેર કરનારા સામે ઇડી અને ઈન્કમટેક્મ નવેસર થી કામગીરી કરી શકે છે. ગુજરાતમાં નોટબંધી દરમિયાન અનેક  જ્વેલર્સ પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા અને તેના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં સુરતમાં પણ અનેક જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડના વ્યવહાર ઝડપાયા હતા.  જે રિપોર્ટના આધારે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હતી રિપોર્ટની એક કોપી ઇડીને પણ આપવામાં આવી હતી. આ કેસોમાં હાલ ઇડી ઉપરાંત ઇન્કમટેક્સ પણ રિકવરીની પ્રક્રિયામાં લાગ્યુ છે.

નોટબંધીના કેસમાં પીપલ્સ કો.ઓપ. બેંકમાં આવેલા મેસર્સ નિરવ એન્ડ કંપનીનું એકાઉન્ટ હિમાંશુ આર.શાહ ઓપરેટ કરતો હતો અને તેમાં 36.17 કરોડ જમા કર્યા હતા. જે તપાસમાં બહાર આવ્યું હતું, એટલું જ નહિ પણ તે રૂપિયા  પૈકી રૂપિયા 34.82 કરોડ તરત જ મેસર્સ શાહ મંગલમ ગુલાબચંદ ચોકસીના એકાઉન્ટમાં જમા થયા હતા. ઇડી અધિકારીના જણાવ્યા મુજબ, આ માટે બોગસ બિલ ઇશ્યુ કરાયા હતા પરંતુ ખરેખર માલ મોકલાયો જ ન હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે અન્યોના ડોક્યુમેન્ટ યુઝ કરી બેન્ક ખાતા ઊભા કરી ઓપરેટ કરાતા હતા.

કઇ કઈ મિલકતો સિઝ કરાઈ

94 લાખનો ફલેટ-દુકાનઃ અધિકારીઓએ જ્ઞાનદીપ સોસાયટીમાં આવેલો 97.85 સ્કવેર મીટર એરિયાનો ફલેટ સિઝ કર્યો છે. ઉપરાંત 1800 સ્કવેર ફુટની દુકાન પણ સિઝ કરી છે.

18 લાખ રોકડાઃ સુરત પીપલ્સ કો.ઓપ. બેન્કમાં આવેલા એકાઉન્ટમાંથી રૂપિયા 18 લાખ પણ સિઝ કરવામાં આવ્યા છે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.