પ્રિયંકા-નિકના જોધપુર ઉમેદ પેલેસમાં ક્રિશ્ચિયન પરંપરા મુજબ ‘વેડિંગ’ થયું, હવે આજે હિંદુ પરંપરા અનુસાર ‘લગ્ન’ યોજાશે

Spread the love

મિ.રિપોર્ટર, ૧લી ડીસેમ્બર. 

બોલીવુડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેનાથી ૧૦ વર્ષ નાના મંગેતર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા છે. હવે તે ઓફિસિયલી પતિ-પત્ની છે. શનિવારે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા-નિકે ક્રિશ્ચિયન પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા. આ સમયે પ્રિયંકાએ ડિઝાઈનર રાલ્ફ લોરેને ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો, તો બીજી તરફ નિક પણ વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ ઉમેદ ભવનના ડેકોરેશનમાં પણ ખાસ વ્હાઈટ કલરના ફૂલ જોવા મળી રહ્યાં હતા.

હવે રવિવારે હિંદુ રિવાજ અનુસાર થશે લગ્ન…

રવિવારે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હિંદુ પરંપરા અનુસાર લગ્ન કરશે. આ સેરેમની માટે બંનેના આઉટફિટ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું છે. ઉલ્લેખનીય છે, ઓગસ્ટમાં ૩૬ વર્ષીય પ્રિયંકાએ ૨૬ વર્ષના નિક જોનાસ સાથે મુંબઈમાં સગાઈ કરી હતી. અમેરિકામાં રહેતો નિક જાણીતો સિંગર છે.