પ્રિયંકા ચોપરાનો વધુ એક ખુલાસો, ‘ફિલ્મમાં રોલ મેળવવા ડિરેક્ટરે રોમેન્ટિક સોંગમાં કપડાં ઉતારવાનું ને પેન્ટી બતાવવાનું કહ્યું હતું’

www.mrreporter.in
Spread the love

બૉલીવુડ- મી.રિપોર્ટર, 11મી ફેબ્રુઆરી

બૉલીવુડ દિવા અને વર્લ્ડ સેલિબ્રિટી બની ચુકેલી હાલમાં પ્રિયંકા ચોપરા પોતાની બુક ‘અનફનિશ્ડ’નું પ્રમોશન કરી રહી છે. આ બુક 9 ફેબ્રુઆરીના રોજ લૉન્ચ કરવામાં આવી હતી. આ બુકમાં પ્રિયંકા ચોપરાએ ઘટસ્ફોટ કર્યો હતો કે એક ફિલ્મના ડિરેક્ટરે એક રોમેન્ટિક સોંગની સિક્વન્સ દરમિયાન તેને કપડાં ઉતારવાનું તથા તેની પેન્ટી બતાવવાનું કહ્યું હતું. જોકે તે આ માટે તૈયાર નહોતી અને તેણે ફિલ્મ છોડી દીધી હતી. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

બ્રિટિશ ન્યૂઝપેપર ઈન્ડિપેન્ડેન્ટ પ્રમાણે, પ્રિયંકાએ પોતાની બુકમાં ડિરેક્ટર સાથે થયેલી મુલાકાત અંગેની વાત કરી હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યા બાદ પ્રિયંકા પહેલી જ વાર ફિલ્મ સંદર્ભે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસરને મળવા ગઈ હતી. ડિરેક્ટર-પ્રોડ્યુસરે પ્રિયંકાને ઊભા થઈને તેની આસપાસ ફરવાનું કહ્યું હતું. પ્રિયંકાએ એ જ પ્રમાણે કર્યું હતું, આ સમયે તે ડિરેક્ટર પ્રિયંકાની સામે સતત જોતો હતો. ત્યાર બાદ તેણે પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું, જડબું ઠીક કરાવવાનું તથા બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

www.mrreporter.in

ડિરેક્ટરે એમ કહ્યું હતું કે જો એક્ટ્રેસ બનવું હોય તો શરીરનાં કેટલાંક ભાગોને ‘ફિક્સ’ કરવાની જરૂર છે. તે ડિરેક્ટરે પ્રિયંકાને એમ કહ્યું હતું કે તે લોસ એન્જલસમાં ડૉક્ટરને ઓળખે છે અને તેને ત્યાં મોકલી દેશે. ત્યાર બાદ પ્રિયંકાના મેનેજરે પણ ડિરેક્ટરની હામાં હા મિલાવી હતી. મીટિંગ બાદ પ્રિયંકાએ મેનેજરને કાઢી મૂક્યો હતો. પ્રિયંકા આ બધી વાતો સાંભળીને નવાઈમાં મુકાઈ ગઈ હતી. 

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.