ખાનગી હોસ્પિટલ માનવતા ભૂલી, ગર્ભવતી મહિલાને કોરોના થતાં છેલ્લી ઘડીએ ડિલિવરી કરવાની ના પાડી, જુઓ પછી શું થયું ?

www.mrreporter.in

વડોદરા – હેલ્થ, મી.રિપોર્ટર, 8મી  ડિસેમ્બર.

કોરોના નો કહેરે એટલો બધો આતંક લોકોમાં પેદા કરી દીધો છે, કે તેના ડર  ના લીધે લોકો માનવતા ભૂલી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે.

વડોદરા શહેરમાં એક ઈમિગ્રેશન એજન્સીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા દીપા શિંદેએ માતૃત્વ ધારણ કર્યું હતું. તેમની  સપ્તાહમાં ડિલિવરી થાય તેમ હતું. તેમણે પ્રેગનેન્સી દરમિયાન એક પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હતા. જોકે, ડિલિવરીના સમયે હોસ્પિટલે કોરોનાનો ટેસ્ટ કરાવવા કહ્યું, અને તે પોઝિટિવ આવતા તેણે ડિલિવરી કરવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને twins બાળકોને જન્મ આપ્યો હતો. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેરમાં એક ઈમિગ્રેશન એજન્સીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતા દીપા શિંદે અને તેમના પરિવારજનોએ પ્રેગનેન્સી દરમિયાન એક પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હતા. જ્યાં ડિલિવરીના સમયે હોસ્પિટલે કોરોનાનો ટેસ્ટ કરાવવા કહ્યું, અને તે પોઝિટિવ  આવ્યો હતો. હોસ્પિટલે  માનવતા ભૂલી ને એક જ વાત પકડી રાખી હતી કે, જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી અહીં ડિલિવરી પણ નહીં કરાવી શકાય તેવું કહી દેતા દીપા અને તેમના પતિ ચિંતામાં મૂકાઈ ગયા હતા. તેમણે બીજી હોસ્પિટલોમાં તપાસ શરુ કરી હતી, પરંતુ એકેય ખાનગી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દીપા શિંદેની ડિલિવરી કરાવવા તૈયાર થઇ નહોતી. પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.

આ દરમિયાન દીપા શિંદેને અચાનક શનિવારે લેબર પેઈન શરુ થયું હતું. તેમના પતિના જણાવ્યા અનુસાર, 60 જેટલી હોસ્પિટલોનો સંપર્ક કર્યા બાદ પણ ક્યાંયથી રાહતના સમાચાર ના મળતા આખરે તેઓ કટોકટીના સમયે એસએસજી હોસ્પિટલ દોડતા આવ્યા હતા. દીપાબેનને twins  હોવાથી ડૉક્ટરોએ રાત્રે તેમનું સિઝેરિયન કર્યું હતું. જ્યાં દીપાબહેને એસએસજીમાં એક બાળકી અને એક બાળકને જન્મ આપ્યો હતો. બંને બાળકોની તબિયત પણ સારી છે. 

 

Leave a Reply