ગુજરાતની મોટાભાગની કોલેજની ખાનગી જાહેરાત, વિદ્યાર્થીઓ લઇ આવો ને રૂપિયા 15000 થી 25000 લઇ જાવ

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન – વડોદરા, ધીરજ ઠાકોર, ૭મી જુલાઈ.

ગુજરાતમાં કોરોના ની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. કોરોના ના કેસ સતત ઘટી રહ્યા છે, પરંતુ તેની સામે ત્રીજી લહેર ની પણ ચર્ચા અને ચિંતા શરુ થઇ ગઈ છે. કોરોના ના કાળ વચ્ચે રાજ્યભર ની સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પોતાની  ડિગ્રી એન્જિનિયરિંગની ખાલી બેઠકો ભરવા માટે અત્યાર થી જ અવનવી તરકીબો અજમાવી રહી છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ પોતાની ખાલી બેઠકો જલ્દી થી ભરવા માટે નવી સ્કીમ મૂકી છે, આ સ્કીમ હેઠળ હવે કોલેજોના સંચાલકો એક વિદ્યાર્થી લાવો ને 13,000-25,000 રૂપિયાનું આકર્ષક કમીશન મેળવો. આ સ્કીમ હેઠળ ઘણા એડમીશન પણ તેમને મળી રહ્યા હોવાની પણ વિગતો બહાર આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્યમાં કોરોના ના કારણે વર્ક ફ્રોમ  હોમ સાથે સાથે સ્ટડી  ફ્રોમ હોમ – ઓનલાઈન શિક્ષણ લેવા નો આદેશ સરકારે આપ્યો હતો. કોરોના ની બીજી લહેર ધીમી પડી છે અને હવે ધીમે ધીમે કેસ ઘટતાં જોઈ ને સરકારે કોલેજ અને યુનિવર્સીટીમાં શિક્ષણ કાર્ય શરુ કરવાની પરવાનગી આપી છે.  ઘણી કોલેજો ઓનલાઈન એડમીશન પ્રકિયા હાથ ધરી છે. ત્યાં ક્યાંક હજુ પરીક્ષાઓ લેવાઈ રહી છે. નવા વર્ષના એડમીશન ને લઈને  રાજ્યભરની મોટા ભાગ ની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ પોતાની ખાલી બેઠકો જલ્દી થી ભરવા માટે નવી સ્કીમ મૂકી છે, આ સ્કીમ હેઠળ હવે કોલેજોના સંચાલકો એક વિદ્યાર્થી લાવો ને 13,000-25,000 રૂપિયાનું આકર્ષક કમીશન મેળવો. આ સ્કીમના પગલે  એજન્ટો નો રાફડો ફાટી નીકળ્યો છે. કોલેજોના સંચાલકો જેમ તેમ કરી ને પોતાની ખાલી બેઠકો ભરવા માટે હવાતિયા મારીને જે વિદ્યાર્થીઓ મળે તેને એડમીશન આપી રહ્યા છે. 

www.mrreporter.in

રાજ્યમાં જો એડમીશન ની વાત કરીએ તો 2020માં ડિગ્રી એન્જિનિયરિંગની 64,087 બેઠકોમાંથી 58% ખાલી રહી હતી.  વર્ષ 2019માં 57 % સીટ  અને  વર્ષ 2018 માં 52% બેઠકો ખાલી પડી હતી. આ વર્ષે માસ પ્રમોશનના કારણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપ (એન્જિનિયરિંગ)માં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 54,000 છે અને તેની સામે ડિગ્રી એન્જિનિયરિંગની 65,000 સીટ છે. 

65000 બેઠકો સામે માત્ર પાસ થનારા 54000 વિદ્યાર્થીઓની સંખ્યા જોઇને કોલેજના સંચાલકો વધુ ને વધુ વિદ્યાર્થીઓ પોતાની તરફ આકર્ષવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.