ડાંગ ની સ્કૂલમાં જ આચાર્ય અને શિક્ષિકા અંગત પળો માણતા ઝડપાયા, ફોટો-વિડીયો વાઈરલ…

Spread the love

ડાંગ- મી.રીપોર્ટર, ૧૦મી ઓકટોબર

ડાંગના વઘઈમાં તાલુકાની એક શાળામાં આચાર્ય અને શિક્ષિકાની સેક્સ લીલાનો વિડીયો અને ફોટોગ્રાફ્સ તાજેતરમાં સોશિયલ મેસેન્જર એપ પર  વાઈરલ થયા હતા. 

આ વિડીયો અને ફોટોગ્રાફ્સ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે પહોંચ્યો તો તેઓ સ્કૂલ સત્તાધીશો સમક્ષ આચાર્ય અને શિક્ષિકા વિરુદ્ધ  પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. વાલીઓએ કહ્યું કે જેમની પાસેથી જ્ઞાન લેવાનું હોય તે લોકો જ પવિત્ર જગ્યા પર આ પ્રકારનું કૃત્ય કરે તે જરા પણ ચલાવી ના લેવાય.

પ્રાપ્ત વિગતો મુજબ, સ્કૂલના રુમમાં જ આચાર્ય અને શિક્ષિકા વચ્ચે ચાલતા ઈલુ-ઈલુનો વિડીયો ખુદ આચાર્યએ જ ઉતાર્યો હતો. આચાર્ય અને શિક્ષિકાના શારીરિક સંબંધના વાઈરલ થઈ રહેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ  જોઇને ગ્રામજનોએ આચાર્યને મેથીપાક ચખાડ્યો હોવાનુ પણ સામે આવ્યું છે. આ બન્ને શિક્ષકો સામે કડક પગલા ભરવા અંગેની માગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

આ બન્ને શિક્ષકોના કારણે મામલો વધારે ગરમાય નહીં તે માટે તેમની અલગ-અલગ સ્કૂલોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. વઘઈની સ્કૂલમાં બનેલા આ કાંડમાં પકડાયેલા શિક્ષિકા પરણીત હોવાનું પણ બહાર આવ્યું છે