દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ “PM Narendra Modi ” નો ફર્સ્ટલૂક જાહેર, 23 ભાષાઓમાં પોસ્ટર રિલીઝ

Spread the love

મુંબઈ, મિ. રિપોર્ટર, ૮મી જાન્યુઆરી. 

પોલિટિકલ બાયોપિક્સના પુરમાં બોલિવૂડમાં એક જાયન્ટ- કદાવર નેતા નો ઉમેરો થયો છે. હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે, આ ભૂમિકા એક્ટર વિવેક ઓબેરોય  ભજવશે. ફિલ્મનું નામ PM નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને અગાઉ મેરી કોમ, સરબજિત અને ભૂમિ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા નેશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર ઓમંગ કુમાર ડિરેક્ટ કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં જ આ ફિલ્મ રિલીઝ કરી દેવાનું લક્ષ્ય છે.

તાજેતરમાં જ  ફિલ્મ ” PM Narendra Modi  “ નું ફર્સ્ટ લૂક પોસ્ટર 23 જુદી-જુદી ભાષાઓમાં જાહેર થયું. ફિલ્મનો ફર્સ્ટ લૂક મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને સુરેશ ઓબેરોય અને સંદીપ સિંઘ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિવેક ઓબેરોય પિતા સુરેશ ઓબેરોય સાથે મોદી સાથે મુલાકાત કરી ગયો હતો. તે વખતે નરેન્દ્ર મોદીએ ઓબેરોય પિતા-પુત્રને ગુજરાતમાં થીમ બેઝ્ડ રિસોર્ટ સ્થાપવા માટે જમીન પણ ફાળવી હતી.