દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

Spread the love

નવી દિલ્હી – મિ.રીપોર્ટર, ૮મી ઓગસ્ટ. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે દેશને સંબોધિત કરવાના છે. આ સંબોધનમાં તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરીને એક રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણયના વિષયમાં વાત કરી શકે છે.  ખાસ કરીને નરેન્દ્ર મોદી ઓલ ઈન્ડિયા રેડિયા દ્વારા કાશ્મીરીઓને બાંયધરી આપશે કે  સમગ્ર દેશ તેમની પડખે ઉભો છે.

વડાપ્રધાન કાશ્મીરીઓને એવી અપીલ પણ કરી શકે છે કે આતંકવાદ મુક્ત એક સારા અને નવા કાશ્મીર બનાવવામાં સરકારની મદદ કરો. તો બીજીબાજુ નરેન્દ્ર મોદી પાકિસ્તાન દ્વારા હાલમાં બોખાલાહટમાં લેવાઈ રહેલા પગલા અંગે પણ સખત શબ્દોમાં ઝાટકણી કાઢે તેવી પણ ચર્ચાઓ છે. 

વડાપ્રધાનનું રાષ્ટ્ર જોગ સંદેશ એવા સમયે કરવામાં આવી રહ્યો છે,  જ્યારે સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રજોગ સંદેશના પહેલા આજની વાત મહત્વની સાબિત થઈ શકે છે. ભારતે પાકિસ્તાન દ્વારા રાજદ્વારી સંબંધો કાપવામાં આવ્યા તે મામલે ઉધડો લીધો છે. ભારતે 370 કેમ હટાવવી જોઈએ તેની વાત કરીને પાકિસ્તાનના નાપાક હરકતને ખુલ્લી પાડી દીધી છે.

અગાઉ વડાપ્રધાન 4 વાગ્યે સંબોધન કરવાના છે તેવી વાત સામે આવી હતી જોકે, હવે PMO દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે, વડાપ્રધાન રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરવાના છે.