મિ.રિપોર્ટર, ૧૭મી નવેમ્બર. 

શહેરના મંગળ બજારમાંથી દબાણો દૂર કરીને પુનઃ એકવાર વાહનચાલકો માટે રસ્તો કાઢવાનો શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે અગાઉ અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રયાસ નથી પરંતુ કાયમી ઉકેલ છે.

અગાઉ પણ તંત્ર દ્વારા આવા અનેક પ્રયાસો થઈ ચૂક્યા છે ત્યારે આજે તંત્ર દ્વારા હાથ ધરાયેલી કવાયત કેટલા અંશે સાર્થક થશે એ તો આવનાર સમય જ બતાવશે. જોકે આજે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કવાયતને પગલે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ટ્રાફિફ ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે આજે સવારથી મંગલ બજારના દબાણો કોર્પોરેશન ની દબાણ શાખાની મદદ લઈને દૂર કરવામાં આવ્યા છે અને પ્રતાપ ટોકીઝ થી મંગળ બજાર થઈ લહેરીપૂરા દરવાજા સુધી વાહનચાલકો માટે ખુલ્લો કરવામાં આવેલ છે. આ રસ્તો કાયમી ધોરણે ચાલુ રહે તે માટે પોલીસ પોઇન્ટ તેમજ કોર્પોરેશન ની ટીમ હાજર રહેશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મંગલબજારમાં પુન: દબાણોની સમસ્યા વકરે નહીં તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવશે.

બીજી બાજુ વિશ્વ શ્રદ્ધાંજલિ દિન નિમિત્તે કીર્તિ સ્થંભ ખાતે ટ્રાફિક પોલીસ , આરટીઓ, તેમજ GVK 108 ની ટીમો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે વિશદ ચર્ચા કરવામાં આવી. વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક પાલનના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તો 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા અકસ્માત સમયે વાહનચાલકો એ લેવા જરૂરી પગલાંની સમજ આપવામાં આવી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: