પ્રેગ્નેન્ટ સમીરા રેડ્ડીએ બેબી બંપ સાથે સ્વિમસૂટ પહેરીને ફોટો શેર કર્યા….જુઓ…ફોટોગ્રાફ્સ..

બોલીવુડ-મિ.રિપોર્ટર, ૧૩મી મે.

ફિલ્મોથી લગભગ સન્યાસ લેનારી ફિલ્મ એક્ટ્રેસ સમીરા રેડ્ડી હજુ પણ સોશિયલ મીડિયા પર પોતાના ફિલ્મોની જેમ ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ પ્રેગ્નેન્ટ સમીરા રેડ્ડીએ બેબી બંપ સાથે સ્વિમસૂટ પહેરીને ફોટો શેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સ હાલમાં ખુબ વાઈરલ થઇ રહ્યા છે. 

તાજેતરમાં સમીરા રેડ્ડી બેબી બંપની સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળી હતી. તેણે સ્વિમસૂટ પહેરી રાખ્યું હતું. તેણે તે ફોટોગ્રાફ્સ instagram પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રેગ્નેન્સી દરમિયાન સ્વિમિંગ કરવું ખૂબ ફાયદાકારક છે અને આ પહેરીને હું મારા વધતા બેબી બંપને એન્જોય કરી રહી છું…ફાઈનલી મને એવો સ્વિમસૂટ મળી ગયો જે મને ફિટ થયો.’

This slideshow requires JavaScript.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમીરાએ અક્ષય વરડે સાથે લગ્ન કર્યા બાદ 2015માં દીકરાને જન્મ આપ્યો હતો. ત્યાર પછી હવે આ તેની બીજી પ્રેગ્નેન્સી છે. સમીરાએ અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જેમ કે દે દના દન, રેસ, મેને દિલ તૂજકો દિયા, વન ટૂ થ્રી જેવી અનેક ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. હાલમાં તે તેની પ્રેગ્નેન્સી પીરિયડની તે મજા લઈ રહી છે