તારા ઘરમાં જે તકલીફો છે તે તારા દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે તેમ કહી ને પ્રશાંતે મારી સાથે 7 વખત દુષ્કર્મ આચર્યું હતું: પીડિત મહિલા

Spread the love

બગલામુખીનાં પાખંડી પ્રશાંતે મહિલા અનુયાયી પર 7 વખત બળાત્કાર ગુજાર્યો : ગોત્રી પોલીસ મથકે નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ

 

ક્રાઈમ-વડોદરા, મી.રીપોર્ટર, ૧૭મી માર્ચ. 

તારા ઘરમાં જે તકલીફો છે તે તારા  દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે તેમ કહી ને પ્રશાંત ઉપાધ્યાયે મારી સાથે 7 વખત દુષ્કર્મ આચર્યું હતું.  બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સામે પુર્વ અનુયાયી મહિલા એ શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદમાં પાખંડીની પુર્વ અનુયાયી મહિલાએ જણાવ્યું છે કે, હું પ્રશાંત ઉપાધ્યાયને ગરૂ માનતી હતી, જેથી મારી પારીવારીક તકલીફો ચાલતી હોવાથી રજૂઆત માટે પ્રશાંત ઉપાધ્યાય પાસે જતી હતી. ત્યારે પ્રશાંત ઉપાધ્યાયે તેમને કહ્યું હતું કે, દૈવી સ્વરૂપ આપી દઇશ, થોડો ભોગ આપવો પડશે. પ્રશાંતે વોટ્સએપમાં વીડિયો કોલ કરીને મહિલાને મળવા માટે બોલાવી હતી. જેથી હું મારા બંને બાળકોને સુવડાવીને ગોત્રી ખાતે આવેલા પ્રશાંતના ઘરે ગઇ હતી.

પાખંડીની પુર્વ અનુયાયી મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું નીચેના હોલમાં બેઠેલી હતી. ત્યારે દિશા ઉર્ફે જોન નામની છોકરી મારી પાસે આવી હતી અને મને કહ્યું હતું કે, ગુરૂજી તમને ઉપરના રૂમમાં બોલાવે છે. જેથી હું ઉપર બીજા માળે પ્રશાંત ગુરૂજીનો બેડરૂમ આવેલો છે, ક્યાં ગઇ હતી. એટલી વારમાં પ્રશાંત ગુરૂજીએ અંદરથી બારણુ બંધ કરી દીધુ હતુ અને ત્યારબાદ મને કહેવા લાગ્યા હતા કે, તારા ઘરમાં જે કાંઇ પણ તકલીફો છે તે તકલીફો તારા દૈવી સ્વરૂપ બનવાથી દૂર થઇ જશે અન એવી વાતો કરતા કરતા તે મને અડપલા કરવા લાગ્યો હતો. મે તેમને દૂર રહેવા જણાવ્યું હતું. તો તેમણે મારી સાથે જબરદસ્તીથી મારી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમને મારી સાથે 7 વખત દુષ્કર્મ આચર્યું હતું. પ્રશાંતે વર્ષ 2016 થી 2019 સુધી બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદ ન કરવાં માટે પાખંડીએ મને ધમકી આપી હતી. ગર્ભનિરોધક ગોળીઓ લેવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી.  આખરે તેનો ભાંડો ફૂટતાં મે હિમ્મત કરીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)