રિલીઝ થયાના કલાકોમાં જ TamilRockers દ્વારા પ્રભાસની ‘સાહો’ ઓનલાઈન લીક, ફિલ્મની કમાણી પર અસર નો ભય

રિલીઝ થયાના કલાકોમાં જ TamilRockers દ્વારા પ્રભાસની ‘સાહો’ ઓનલાઈન લીક

મુંબઈ- મી.રીપોર્ટર, ૧લી સપ્ટેમ્બર. 

બાહુબલી ફેમ પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની Saaho -‘સાહો’ 30 ઓગસ્ટે રિલીઝ થઈ હતી.  Saaho ફિલ્મ રિલીઝ થયાના જ અમુક જ કલાકોમાં જ આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ છે. ઓનલાઈન લીક માટે કુખ્યાત એવી  TamilRockers– તમિલ રોકર્સ પર આ ફિલ્મ લીક કરવામાં આવી છે.

‘બાહુબલી’ બાદ પ્રભાસની Saaho- ‘સાહો’ પહેલી ફિલ્મ છે, જે રિલીઝ થઈ છે. ‘સાહો’ને લઈ ચાહકો ઘણાં જ ઉત્સુક છે. જોકે, ફિલ્મ ઓનલાઈન લીક થવા છતાં પણ પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ના જે ચાહકો છે તે ફિલ્મ જોવા માટે  થિયેટર સુધી લાંબા થશે.  તો બીજીબાજુ ફિલ્મ પંડિતોના માટે  ફિલ્મ ઓનલાઈન લીક થઇ હોવાથી  ફિલ્મના બિઝનેશ અને  ફિલ્મની કમાણી પર પડશે.

આ પહેલાં પણ તમિલ રોકર્સ પર અનેક હિંદી તથા હોલિવૂડ ફિલ્મ લીક થઈ છે. Judgmental hai Kya’, ‘Avengers Endgame’, ‘Gold’, ‘Gully Boy’, ‘2.0’ – ‘જજમેન્ટલ હૈં ક્યા’, ‘એવેન્જર્સ એન્ડગેમ’, ‘ગોલ્ડ’, ‘ગલી બોય’, ‘2.0’ સહિતની ફિલ્મ્સ લીક થઈ હતી. સરકારે પણ આ પ્રકારની વેબસાઈટ પર બૅન મૂક્યો છે પરંતુ આવી વેબસાઈટ પર સતત ફિલ્મ્સ લીક થઈ હોય છે. ફેબ્રુઆરીમાં ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોએ પાઈરસીને લઈ વિરોધ કર્યો હતો. જોકે, TamilRockers- તમિલ રોકર્સ સતત ચાલે છે અને વિવિધ ફિલ્મ્સ લીક થતી રહે છે.

જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ  જઈને વધુ સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.

==== Please like,follow and Subscribe us ====
⇰ Facebook : https://www.facebook.com/mrreporterin
⇰ Youtube: https://www.youtube.com/c/mrreportero…
⇰ Twitter: https://www.twitter.com/mrreporterin
⇰ Instagram: https://www.instagram.com/mrreportero…
⇰ Websites: https://www.mrreporter.in, 
https://www.linkedin.com/in/mr-report…
⇰ WhatsApp: 7016252800