મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પી.પી.સ્વામીની તબિયત નાજુક, મુંબઈથી ડોક્ટર બોલાવાયા

www.mrreporter.in
Spread the love

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને 3 વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે : માત્ર અમદાવાદમાં ગાદી સંસ્થાનના 7 લાખ હરિભક્ત

હેલ્થ- મી.રિપોર્ટર, 10મી જુલાઈ, અમદાવાદ. 

અમદાવાદના  મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની સ્થિતિ વધુ નાજુક થઈ ગઈ છે. કોરોના સંક્રમણને કારણે તેમને સિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર છે. પી.પી. સ્વામીને  ફેફસાં ઉપરાંત કિડનીમાં પણ ઈન્ફેક્શન થયું છે. પી.પી. સ્વામીના ઈલાજ માટે મુંબઈથી નિષ્ણાત ડોક્ટરને પણ  બોલાવામાં આવ્યા છે. સ્વામીને એક વખત પ્લાઝમા થેરાપી  અપાઈ હતી. પરંતુ  ધાર્યું પરિણામ ન મળતા ફરીથી આ થેરાપી અપાશે એમ સૂત્રોએ જણાવ્યું છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

અત્રે ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને 3 વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે. પહેલો અટેક તેમને 1992માં, બીજો 1994 અને અંતિમ 1998માં આવ્યો હતો. અંતિમ હૃદય હુમલાની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવી આવી હતી. તે સમયે તેમનું હૃદયની 40 ટકા બ્લોક થયું હતું અને 60 ટકા ચાલુ હતું.  સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના કુલ 251થી વધુ મંદિર આવેલા છે અને રાજ્ય બહાર 150થી વધુ મંદિર છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે. પી.પી. સ્વામીની ઉંમ૨ 78 વર્ષની છે. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.