કોંગ્રેસ માટે ઘાત : ડિસેમ્બર સુધીમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર પડી ભાંગશે ? બિહાર અને પ.બંગાળમાં રાજકીય સ્તર એકદમ નીચલા સ્તરે જશે, કોણ બોલ્યું ?

www.mrreporter.in
Spread the love

રાજનીતિ- ધાર્મિક, મી. 18મી  જુલાઈ

 હાલમાં રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ અને ભારે ઉથલપાથલ ચાલી રહ્યું છે. એમાંય રાજકીય મોરચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આ વાતાવરણ વચ્ચે તાજેતરમાં જ ગુજરાતમાં રહેતા એક જ્યોતિષ શાસ્ત્રીએ આગામી સપ્ટેમ્બર  થી ડીસેમ્બર ની વચ્ચે રાજસ્થાનની સરકાર પડી ભાંગશે, એટલું જ નહિ પણ તે જ સમયગાળામાં મહારાષ્ટ્રની સરકાર પણ પડી ભાંગશે તેવી આગાહી કરી છે. 

ગુજરાતના જ્યોતિષ રુપેન  શાહ ના માટે, સપ્ટેમ્બર  થી ડીસેમ્બર ની વચ્ચે દેશમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ આવશે, આ રાજકીય ભૂકંપમાં 16મી  જુલાઈ થી રાહુ અને કેતુ એક્ટિવ થયા છે તે સીધેસીધા જવાબદાર છે.  16મી જુલાઈ બાદ ગ્રહોની સ્થિતિ બદલાઈ ગઈ છે.  23મી સપ્ટેમ્બર થી રાહુ ની ટ્રાન્ઝિટ  મિથુન રાશી  માંથી અને કેતુ નું  ટ્રાન્ઝિટ  ધનુ માંથી ચેન્જ થઇ જશે, 18 મહિના પછી રાહુ અને કેતુ પોતાની રાશી  માંથી પરિવર્તન કરી રહ્યા છે. આ જ પરિવર્તન ભારતીય રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ લાવશે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR

આ બદલાવના લીધે જ રાજસ્થાનમાં કોંગ્રસની સરકાર જશે.  એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે ની સરકાર જશે.  હાલ માં કોઈ ને એવું લાગશે પણ નહિ કે આ બંને જગ્યા  પરથી સરકારો બદલાઈ જશે.  પણ આ હકીકત બનશે તેવો દાવો જ્યોતિષ રુપેન  શાહે કર્યો છે. 

www.mrreporter.in

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ બે રાજ્યો ઉપરાંત બિહાર અને પ.બંગાળમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે. તેમાં પણ આ બંને રાજ્યોમાં રાજકીય સ્તર  એકદમ નીચલા સ્તરે  જશે. આ બંને રાજ્યોમાં કોરોના ના કેસો પણ વધશે, જેના લીધે ભારે તબાહી પણ થશે. આ બંને રાજ્યોના લોકોએ ભારે સાવધાન રહેવાની જરૂર છે.  આ બંને રાજ્યોમાં નવા સમીકરણો પણ રચાશે, એટલું જ નહિ પણ હલકા લેવલની રાજનીતિ પણ જેવા મળશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.