પાવર ફેલ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બે કલાક સુધી વીજળી ડૂલ, લોકલ ટ્રેનો પણ અટકી પડી

www.mrreporter.in
Spread the love

બિઝનેશ -મુંબઈ, 12મી ઓક્ટોબર 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે  સવારે   અચાનક જ  વીજળી ડૂલ થઈ જતાં આખું શહેર થંભી ગયું હતું. ખાસ કરીને મુંબઈના વિવિધ વિસ્તારોમાં  વીજળીનો સપ્લાય ઠપ્પ થઈ જતાં લોકલ ટ્રેનો પણ અટવાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  કેટલાક વિસ્તારોમાં તો પાણીનો સપ્લાય પણ અટકી ગયો હતો. જયારે  બોમ્બે હાઈકોર્ટમાં પણ પાવર જતાં વિડીયો કોન્ફરન્સ અને રુબરુ ચાલતી તમામ સુનાવણીઓ પણ અટવાઈ ગઈ હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મુંબઈમાં વીજળી ગુલ થવા અંગે  રાજ્યના ઊર્જામંત્રી નીતિન રાઉતે જણાવ્યું હતું કે MSETCL 400Kv કાલવા-પાડઘા GIC સર્કિટ1માં રિપેરિંગ અને મેઈન્ટેનન્સનું કામ શરુ થયું હોવાથી લોડને બીજી સર્કિટ પર શિફ્ટ કરાયો હતો. જોકે, તેમાં ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાતા મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો અટવાઈ ગયો હતો. દોઢેક કલાક બાદ કેટલાક વિસ્તારોમાં લાઈટ આવી ગઈ હતી.

ટાટા પાવર કંપનીની ગ્રીડ ફેલ થઈ જવા અંગે વેસ્ટર્ન રેલવે જણાવ્યું હતું કે,  ગ્રીડ ફેલ થઈ જવાથી ચર્ચગેટ-બોરીવલી લાઈન પર ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. બપોરે 12 વાગ્યાની આસપાસ કલ્યાણ, ભાંડુપ, વિક્રોલી તેમજ નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવર સપ્લાય શરુ કરી દેવાયો હતો. સવા બાર વાગ્યે મુંબઈ સેન્ટ્રલ, ભાયખલ્લા અને તારદેવમાં પણ લાઈટ આવી ગઈ હતી.

વીજળી ગુલ થવા અંગે બોલીવુડમાં પણ ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા. ખુદ બોલીવુડના મહાનાયક  અમિતાભ બચ્ચને પણ twitte કરીને મુંબઈવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જોકે, બાર વાગ્યાથી અલગ-અલગ વિસ્તારોમાં પાવર સપ્લાય તબક્કાવાર શરુ કરી દેવામાં આવ્યો હતો. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.