પુણેની પ્રતિષ્ઠ સ્કૂલના વિદ્યાર્થી, ટીચર અને પ્રિન્સિપાલના ઇમેલ પર એક પછી એક પૉર્ન ક્લિપ્સ આવવા લાગી….વાંચો…

Porn clips from Pune's prestigious school students, teachers and principals started coming .... Read ...
Spread the love
ટેકનોલોજી – મિ.રિપોર્ટર, પુણે, ૬ ઠ્ઠી ફેબ્રુઆરી. 

આજના ઈન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન્સ અને ગેજેટ્સ આપણી જિંદગીનો મહત્વનો ભાગ બની ગયા છે. પરંતુ આજ ડિવાઈસ હવે આફત પણ બની  રહ્યા છે. આવો જ એક કેસ પુણેની પ્રતિષ્ઠિત સ્કૂલનો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને બધા દંગ થઈ ગયા છે.

સ્કૂલના 14 વર્ષના એક સ્ટુડન્ટ બે ફેક મેઈલ આઈ-ડી બનાવીને પોતાના કલાસમેટ તેમજ છોકરીઓને પણ પૉર્ન ક્લિપ મોકલતો હતો. આ વિદ્યાર્થી અહીંથી પણ અટક્યો ન હતો, તેણે ટીચર અને પ્રિન્સિપાલને પણ અશ્લીલ વિડીયો ફોરવર્ડ કર્યા હતા.  જોકે પૉર્ન ક્લિપના મામલો બહાર આવતા જ પુણે પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ પૉડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધ્યો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ, પુણેની પ્રતિષ્ઠિત સ્કૂલના  એક વિદ્યાર્થીએ  25 ઑગસ્ટથી 23 સપ્ટેમ્બર 2019ની વચ્ચે પૉર્ન ક્લિપ અનેક લોકોને મોકલી હતી. જેમાં ટીચર અને પ્રિન્સિપાલ ઉપરાંત 65 સ્ટુડન્ટ્સના મેઈલ પર સતત પૉર્ન કન્ટેન્ટ મોકલ્યું હતું. જ્યારે મામલો સ્કૂલ મેનેજમેન્ટ પાસે પહોંચ્યો ત્યારે તપાસ શરૂ કરવામાં આવી. સ્કુલે તે IP એડ્રેસની શોધ  કરી તો તે વિદ્યાર્થી પોતાની સ્કુલનો છે. પણ તે વિદેશી મૂળનો વિદ્યાર્થી છે અને તે સ્કુલમાં ભણવા માટે આવ્યો છે.  

સ્કુલે આરોપી વિદ્યાર્થી ને શોધી કાઢીને તેની પુછપરછ કરતા આરોપી વિદ્યાર્થીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું કે, તેણે આ બધું મજા લેવા માટે કર્યું હતું. તેને એવી સમજણ નહોતી કે આ એક ક્રાઈમ છે. તેણે જણાવ્યું કે તે પોતાની ક્લાસમેટ્સ અને ટીચર્સને હેરાન કરવા માગતો હતો. ઘટનાના સામે આવ્યા બાદ સ્કૂલે તેને કાઢી મૂક્યો હતો.

જોકે, સ્કૂલ મેનેજમેન્ટે તાજેતરમાં જ કેસ નોંધાવવાનો નિર્ણય લીધો અને આ ઘટનાને પોલીસ પાસે લઈ ગઈ. ત્યારબાદ આ કેસ સાઈબર ક્રાઈમ સુધી પહોંચ્યો. SP (પુણે ગ્રામીણ) સંદીપ પાટીલે જણાવ્યું કે, ‘અમારી પાસે કેસ ઘણો મોડેથી આવ્યો કારણ કે, સ્કૂલ મેનેજમેન્ટે એક્શન લેતા પહેલા પોતાની તપાસ કરી હતી. ત્યારબાદ તેમણે અમારો સંપર્ક કર્યો છે. આરોપી વિદ્યાર્થી અંગે સંદીપ પાટિલે વધુમાં  જણાવ્યું કે, ‘આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ આઈટી એક્ટની 67 A અને 66 A ઉપરાંત પૉક્સો એક્ટ 2012ની કલમો અંતર્ગત કેસ નોંધાયો. આરોપી વિદ્યાર્થીને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.’