લો બોલો, દેશને બદનામ કરવા અને ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવા બદલ પોપ સ્ટાર રિહાનાને 18 કરોડ ચૂકવાયા

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 5મી ફેબ્રુઆરી. 

દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ  ખેડૂત આંદોલન દોઢ મહિનાથી વધુ સમય થી ચાલી રહ્યું છે. ત્યારે હવે આ આંદોલનમાં  હવે આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાનાએ પણ સમર્થન કરતાં આંદોલન વધુ ચર્ચાએ ચડ્યું છે. જોકે એક દાવા મુજબ, પોપ સ્ટાર રિહાનાને ખેડૂત આંદોલનનું સમર્થન કરવા બદલ ટ્વીટ કરવા માટે અઢી મિલિયન ડોલરની ચુકવણી કરવામાં આવી છે.  કેનેડાની  બહારના અનેક રાજકીય નેતા અને કાર્યકર્તા કિસાન આંદોલનનું સમર્થન કરી રહ્યા છે. એટલુંજ નહિ પણ  કેનેડાની સંસ્થા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશને ખેડૂત આંદોલનને લઈને વૈશ્વિક કેમ્પેન ચલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ખેડૂત આંદોલનમાં વિદેશી  પોપ સ્ટાર રિહાના, પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોર્ન સ્ટાર મિયાં ખલીફા, અમેરિકાના વાઈસ- પ્રેસિડેન્ટની ભત્રીજી મીના હેરિસે ટ્વીટ કરતાં ખેડૂત આંદોલને વધુ ચર્ચા પકડી છે. આંદોલનના બહાને કેન્દ્ર સરકારને દેશની બહાર બદનામ કરવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. જે સ્ફોટક અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે.  સ્કાઇરોકેટ નામની એક PR ફર્મે પોપ સ્ટાર રિહાનાને ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરવા માટે અઢી મિલિયન ડોલરની રકમ  એટલે કે  18 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. 

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને આપવામાં આવેલી ટૂલકિટ તેને સ્પૂન ફીડિંગ કરવા માટે આપવામાં આવી હતી અને આવું દેશમાં મોટા પાયે અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યું હતું. પીઆર કંપનીઓમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરનારા ધાલીવાલ, મરીના પેટરસન, કેનેડામાં વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશનનાં ડિરેક્ટર અનીતા લાલ અને કેનેડિયન સાંસદ જગમીતસિંહ જેવી વ્યક્તિઓ આમાં સામેલ છે.

www.mrreporter.in

કોણ છે રિહાના ?

રિહાનાનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના બારબાડોસના સેન્ટ માઈકલમાં થયો. તેનું સાચું નામ રોબિન રિહાના ફેન્ટી છે. રિહાના પોતાના પહેલા આલ્બમ મ્યુઝિક ઓફ ધન સન અને અ ગર્લ લાઈક મીએ વર્ષ 2005માં રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે તે માત્ર 17 વર્ષની જ હતી. રિહાના નાનપણથી જ મેડોના, બોબ મારલે અને જેનેટ જેક્શન જેવા સ્ટાર્સની મોટી ફેન હતી. માત્ર 12 વર્ષના કેરિયરમાં રિહાનાને 8 ગ્રેમી અવૉર્ડ અને 14 બિલબોર્ડ મ્યુઝિક અવૉર્ડ્સ મળ્યા છે. 2019માં ફોર્બ્સે રિહાનાને સૌથી પૈસાદાર મ્યૂઝિશિયન ગણાવી હતી. ફોર્બ્સ મુજબ રિહાનાની કુલ સંપત્તિ 600 મિલિયન ડોલર એટલે કે લગભગ 4400 કરોડ રૂપિયા છે. રિહાનાએ માર્ચ 2020માં કોવિડ-19થી બચવા માટે 50 લાખ ડોલર એટલે કે લગભગ 36 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ ઉપરાંત તેમની સંસ્થાએ પણ ઘણી મદદ કરી હતી.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.