અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમસંબંધની આશંકાના હત્યાના કેસમાં પોલીસે હત્યારાઓની કરી ધરપકડ

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મિ.રિપોર્ટર, ૧૫મી જુલાઈ. 

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે, પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક  તપાસમાં સામે આવ્યું કે આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આરોપી અલ્પુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના મિત્રોને સમાધાનના નામે રામેશ્વર પાસે કૈલાશ સ્કૂલની બાજુમાં રિક્ષામાં બેસાડી લઈ જઈ હિતેશ પટણીને ચપ્પુના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

 આરોપી અલ્પુ પટણી ઠક્કરનગરમાં રહેતો હોવાનું તેમજ અન્ય આરોપી સાહિલ પટણી ચાંદખેડામાં રહેતા હોવાનું અને છૂટક મજૂરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા છરા, ગુપ્તી તેમજ ઓટો રીક્ષા કબ્જે કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.