ફેસબુક પર કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની તબિયત ને લઈને બોગસ પોસ્ટ અપલોડ કરનારા કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા- ક્રાઈમ, મિ.રિપોર્ટર, ૯મી મે.

દેશના ગૃહમંત્રી અમિત શાહની તબિયત અંગેની  ખરાઈ કર્યા વગર જ ખોટી અને બોગસ પોસ્ટ ફેસબુક પર અપલોડ કરીને વિવાદાસ્પદ લખાણ કરીને શહેર કરનારા વડોદરા કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકી (પપ્પુ) વિરુદ્ધ  પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો બીજીબાજુ શહેર પોલીસે ખોટી ને બોગસ પોસ્ટ કરનારા જીતેન્દ્ર સોલંકી (પપ્પુ) વિરુદ્ધ  કાનૂની કાર્યવાહી શરુ કરીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની તબિયત સારી નથી, તેમને બોન કેન્સર થયું તેવી પોસ્ટ ખુદ ગૃહમંત્રી અમિત શાહે જ લખીને પોતાના twitter એકાઉન્ટ મૂકી હોય તેવી બોગસ અને ખોટી પોસ્ટ કેટલાક લોકોએ તૈયાર કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હતી. જેમાં રાજ્યના ક્રાઈમ બ્રાંચના સ્પે. સીપી અજય તોમરે આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ખોટી પોસ્ટ ફેસબુક પર અપલોડ કરનારા ચાર લોકોની સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી હોવાની જાણકારી આપી હતી. આ બનાવ વચ્ચે જ વડોદરામાં કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકી (પપ્પુ) એ પણ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગૃહમંત્રી અમિત શાહ ની તબિયત ને લઈને ખોટી- વિવાદાસ્પદ પોસ્ટ મૂકી ને લોકો વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવા બેફામ લખાણવાળી પોસ્ટ અપલોડ કરી હોવાનું ધ્યાને આવતા ભાજપના મધ્ય ગુજરાત ના આઈ.ટી સેલના ઇન્ચાર્જ હિતેશ પટનીએ ડી.સી.બી પોલીસમાં  જીતેન્દ્ર સોલંકી સામે ફરિયાદ નોધાવી ને પગલાં લેવાની માંગ કરી છે. 

ફેસબુક પેજ પર કોંગ્રેસના નેતા જીતેન્દ્ર સોલંકી મુકેલી આ પોસ્ટ થી વિવાદ ઉભો થયો છે.  મિ.રિપોર્ટર આ પ્રકારની કોઈ પણ હરકત કે વિવાદાસ્પદ પોસ્ટ ને સમર્થન કરતુ નથી. 

www.mrreporter.in

 

તો બીજીબાજુ ગૃહમંત્રી અમિત શાહે અફવાઓના પગલે પોતાના twitter એકાઉન્ટ પર પોતાની તબિયત ને લઈને સ્પષ્ટતા કરી ને કહ્યું હતું કે, મારી તબિયત સારી છે. જુઓ તેમનું tweet…

www.mrreporter.in

Leave a Reply