માસ્ક વગર જિલ્લા કલેકટરને રજુઆત કરવા પહોંચેલા NCPના પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલની પોલીસે અટકાયત કરી

www.mrreporter.in
Spread the love

રાજકોટ- મી.રિપોર્ટર, ૬ ઠ્ઠી મે.

માસ્ક પહેર્યા વગર જ ગુજરાત સરકાર ની નિષ્ફળતાની  રજૂઆત કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોચેલા NCP ના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની પોલીસે રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓની પ્રદ્યુમનનગર પોલીસે અટકાયત કરી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

 

www.mrreporter.inNCP ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ (Reshma Patel) આજે કાર્યકર્તાઓ સાથે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ગંભીર બનતા કોરોના કાબુમાં લેવા સરકાર નિષ્ફળ ગયેલ હોવાના આક્ષેપ સાથે રજુઆત કરવા પહોંચાય હતા. જો કે આ સમયે ખુદ રેશમા પટેલ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા. ખુદ NCP ના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે માસ્ક ન પહેરી ને ખુલ્લેઆમ નિયમ તોડ્યો હતો. નિયમ તોડવા અને ચાર થી વધુ લોકો ને ભેગા કરવા બદલ પ્રદ્યુમનનગર પોલીસે NCP ના મહિલા અધ્યક્ષ રેશમાં પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.