કોરોના વાઈરસના કહેર ને જોતા 22 માર્ચે જનતા કર્ફ્યુ રાખવાની PM નરેન્દ્ર મોદીની અપીલ…વધુમાં શું કહ્યું ? જાણો…

pm modi
Spread the love
 
નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૧૯મી માર્ચ. 
 

વિશ્વ સહીત દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલમાં સંકટના ઘણા મોટા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.  ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે પીએમ મોદી કોરોના વાઈરસને લઈને દેશના લોકોને સંબોધિત કરીને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. એટલું જ ની પણ PM મોદીએ ૨૨મી માર્ચના રોજ સવારે ૭ થી રાતના ૯ વાગ્યા સુધી જનતા કર્ફ્યું રાખવાની પણ અપીલ કરી છે.  PM મોદીએ ૨૨મી માર્ચના આવશ્યક સેવામાં ફરજ બજાવતા લોકો માટે પોતાના ઘરની ગેલેરી, બારી અને દરવાજા પાસે ઉભા કરીને તાળીઓ, થાળી અને ઘંટનાદ- શંખનાદ કરીને અભિનંદન કરીને પ્રોત્સાહિત કરવાની અપીલ પણ કરી છે. PM મોદીએ પોતાના  સંબોધન વધુ શું કહ્યું તે જાણો….

(૧) આજે જ્યારે મોટા-મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઈ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઈ પ્રભાવ નહીં પડે, એ માનવું ખોટું છે.

(૨) ઘણા દેશોમાં શરૂઆતના કેટલાક દિવસો બાદ અચાનક બીમારીનો જેવો વિસ્ફોટ થયો છે. એ દેશોમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઘણી વધી રહી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, કોરોનાના ફેલાવાના આ ટ્રેક રેકોર્ડ પર પૂરી નજર રાખી રહ્યા છીએ.
 

(૩) હજુ સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય સૂચવી શક્યા નથી અને તેની કોઈ વેક્સીન બની શકી નથી. એવી સ્થિતિમાં ચિંતા વધવી ઘણી સ્વાભાવિક છે.

(૪)  હું તમારા બધા દેશવાસીઓ પાસેથી કંઈક માગવા આવ્યો છું. મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ. તમારો આવનારો કેટલોક સમય જોઈએ.

(૫)  સાથીઓ, મેં તમારી પાસેથી જે પણ માગ્યું છે, મને ક્યારેય દેશવાસીઓએ નિરાશ નથી કર્યા. એ તમારા આશીર્વાદની તાકાત છે કે આપણા પ્રયાસ સફળ રહ્યા છે.

(૬)  વૈશ્વિક મહામારી કોરોનાથી નિશ્ચિત થઈ જવાની માનસિકતા યોગ્ય નથી. એટલે દરેક ભારતવાસીએ સજાગ રહેવું, સતર્ક રહેવું ઘણું જરૂરી છે.

(૭) કોરોના વૈશ્વિક મહામારીનો હિંમતથી મુકાબલો કર્યો છે, જરૂરી સાવધાનીઓ રાખી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એવું પણ લાગી રહ્યું છે કે જાણે આપણે સંકટથી બચેલા છીએ, બધું બરાબર છે.

(૮) સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો તે કેટલાક દેશો કે રાજ્યો સુધી જ મર્યાદિત નથી રહેતું. પરંતુ આ વખતે આ સંકટ એવું છે, જેણે વિશ્વભરમાં સમગ્ર માનવજાતને સંકટમાં મૂકી દીધી છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)