PM નરેન્દ્ર મોદી, તમે જ દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકો તેમ છો : જાણીતા વકીલ કમલ પંડ્યાએ પત્ર લખ્યો

વડોદરાના વકીલ કમલ પંડ્યા અને તેમને પીએમ મોદીને લખેલો પત્ર : ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીને કારણે ફિલ્ટરેશન પ્લાન્ટને હાની પહોંચી

વડોદરા, મી.રીપોર્ટર, ૨૦મી ઓગસ્ટ. 

શહેરમાં છેલ્લા 8 મહિનાથી દુષિત પાણીની સમસ્યા છે, ત્યારે વડોદરાના જાણીતા વકીલ અને કોંગ્રેસ અગ્રણી કમલ પંડ્યાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. PM મોદીને લખેલા પત્રમાં જાણીતા વકીલ કમલ પંડ્યાએ પાણીની વિકટ બનેલી સમસ્યા તરફ ધ્યાન ખેચીને લખ્યું છે કે, વડોદરાની પાણીની દુષિત સમસ્યાનો ઉકેલ તમે જ લાવી શકો તેમ છો. તમે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા તેમાં વડોદરાનો સિંહ ફાળો છે, તે વાત તમે પણ સ્વીકારો છો. આપણે ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી શકીએ છીએ, મંગળ મિશન કરી શકીએ છીએ, પરંતુ પાયાની મુશ્કેલીથી પીડાતા આમ આદમી તરફ જોવાની ફરજ ચૂકી રહ્યા છીએ.

PM નરેન્દ્ર મોદી, તમે જ દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકો તેમ છો : જાણીતા વકીલ કમલ પંડ્યાએ પત્ર લખ્યો

સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે આજવા સરોવર બંધાવ્યું હતું તેમ પીએમ મોદીને પત્રમાં કમલ પંડ્યાએ લખ્યું છે કે,  પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે, રાજકારણ અને વહીવટમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીને કારણે આજવા સરોવર અને નિમેટા ખાતે આવેલો ફિલ્ટરેશન પ્લાન્ટને હાની પહોંચાડેલ છે, જેને કારણે ડિસેમ્બર-2018થી વડોદરા શહેરની મોટાભાગની પ્રજા ગંદુ, ડહોળુ અને વાસ મારતુ પાણી પીવા માટે સપ્લાય થઇ રહ્યું છે. આ અંગે ઘણો ખર્ચ અને અખતરા કર્યાં છતાં પણ સમસ્યાનો નિવેડો આવી શક્યો નથી. એટલે લોકોને પાણીનો સપ્લાય કરતા એટલે કે પાણીનો વેપાર કરતા લોકોના શરણે જવુ પડ્યું છે. અને પૈસાથી બેવડો માર પ્રજા સહન કરી રહી છે.

તેઓએ વધુમાં પત્રમાં લખ્યું છે કે, અમે શહેરના નાગરિક તરીકે આપને વિનંતી કરીએ છીએ કે, એવી કોઇ તર્જજ્ઞ અધિકારીઓની ટીમ કે જે પાણીની શુદ્ધીકરણની નિષ્ણાંત હોય તેવી ટીમને તાત્કાલિક વડોદરા ખાતે મોકલવા અને વડોદર શહેરની સંસ્કારી પ્રજાને પીવાલાયક પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને પડી રહેલી મુશ્કેલીનો તાત્કાલિક નિવેડો લાવવા માટે આપને નમ્ર વિનંતી કરીએ છીએ. આપને દેશના ઘણા સળગતા પ્રશ્નો હશે પરંતુ વડોદરા શહેરની પ્રજાને તો આજે એક આ સળગતો પ્રશ્ન છે. હાલમાં શહેરમાં તેને કારણે તેને ઝાડ, ઉલ્ટી, તાવ, કોલેરાના કેસ વધી રહ્યા છે. આ સંજોગોમાં આ સળગતા પ્રશ્નનો નિવેડો આપ જ લાવી શકો તેમ છો.