PM નરેન્દ્ર મોદી આજે વડોદરાના મહેમાન : BJP ના ૧૦ ઉમેદવારના સમર્થનમાં નવલખી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે

www.mrreporter.in

રાજનીતિ- વડોદરા, મી.રિપોર્ટર, ધીરજ ઠાકોર, ૨૩મી નવેમ્બર. 

ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે જ મતદારો ને રીઝવવા માટે દરેક પક્ષ પોતાના સ્ટાર પ્રચારક ને મેદાનમાં ઉતારી રહ્યા છે.  ભાજપના સુપર ડુપર સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના મહેમાન બની ને આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી વડોદરા શહેર-જીલ્લાના ૧૦ ઉમેદવારોના સમર્થનમાં નવલખી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે અને bjp ના ૧૦  ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી  હેલિકોપ્ટર મારફતે નવલખી મેદાનમાં બનાવેલા હેલિપેડ પર ઉતરી સભા સ્થળે પહોંચશે અને ત્યારબાદ બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે પીએમના રોડ શોની જાહેરાત કરાઈ નથી, પરંતુ PMના રૂટ પર જ્યાં જનમેદની હશે ત્યાં પીએમ લોકોનું અભિવાદન ઝીલશે.

વડોદરા ભાજપ માટે આજે મોટો પ્રસંગ છે. વડાપ્રધાન અને  ભાજપના સુપર સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે વડોદરાના મહેમાન બની રહ્યા છે. એટલું જ નહિ પણ નરેન્દ્ર મોદી ના નામ અને તેમની એક અપીલ જ મતદારોને ભાજપ ને ખોબે ખોબે મત અપાવશે તેવી વાત હોઈ વડોદરા ભાજપે પણ દિવસ રાત એક કરી ને પ્રસંગ મતો અને વિજયમાં ફેરવાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન મોદી  બુધવારે સાંજે 4.30 કલાકે તેઓ સભા સ્થળે પહોંચનાર છે. તેઓ મતદારો અને ભાજપના કાર્યકર્તા-નેતાઓ ને 5.15 વાગે સબોધશે. 

બીજી તરફ એસપીજી કમાન્ડો તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટેજ અને તેની આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન પરત બાય રોડ એરપોર્ટ ખાતે પહોંચશે. જેના પગલે નવલખી મેદાનથી એરપોર્ટ સુધીના રૂટ પર પાલિકા દ્વારા સાફ-સફાઈ, વૃક્ષોનું ટ્રીમીંગ, રંગ રોકાણ સહિતની કામગીરી કરવામાં આવી છે. જોકે નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટ તરફના રૂટ પર અલગ અલગ જંકશન ઉપર નાગરિકો એકત્ર થાય તે માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નરેન્દ્ર મોદી નવલખી ખાતે સભા સબોધવાના હોઈ આ રૂટ પર સાંજે 4 વાગ્યાથી પ્રવેશબંધી કરાઈ…

અકોટા બ્રિજ ચાર રસ્તાથી નર્સિંગ હોમ તરફ
રેલવે સ્ટેશનથી કાલાઘોડા તરફ..
રોઝરી સ્કૂલથી સેફરોન તરફ…
કાશીબાથી નરહરી સર્કલ તરફ…
અમીતનગરતી માણેક પાર્ક તરફ…
મકરપુરાથી લાલબાગ તરફ…
મુજમહુડાથી ​​​​​​​લાલબાગ તરફ…
મુક્તાનંદથી ​​​​​​​વુડા સર્કલ તરફ…

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply