પ્લે બોયની જોબ : ઉચ્ચ વર્ગની મહિલાઓ સાથે હોટલમાં ‘સેક્સ’ માણવાની લાલચ આપીને કરોડોની છેતરપિંડી

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ-અમદાવાદ, મી.રિપોર્ટર , 17મી  મે.

રાજ્યમાં ફ્રેન્ડશીપ ક્લબ (Friendship Club) ના નામે મેમ્બરશીપ (Membership) ના રજીસ્ટ્રેશન કરાવીને બેરોજગાર યુવકોને મહિને રૂપિયા ૨૫ હજાર સુધી કમાવવાની લાલચ આપતી જાહેરાતો આપીને કરોડો રૂપિયા પડાવનાર બે માસ્ટર માઈન્ડની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.  બંને આરોપીઓ  વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં લગભગ ૨૫૦૦ જેટલા લોકો પાસેથી રૂપિયા દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્યના જુદા જુદા શહેરમાં જાહેરાત આપીને આરોપીઓ સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીઆ બેરોજગાર યુવકોને મહિલાઓ સાથે સેક્સ કરવા મળશે તેવી લોભામણી લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતા હતા. તેમની પાસેથી રજીસ્ટ્રેશન ના નામે હજારો રૂપિયા પડાવતા હતા.

બંને આરોપીઓએ  વર્ષ 2015 -16 માં 837 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 13,65,898 રૂપિયા, વર્ષ 2017 માં 756 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 43,22,275 રૂપિયા, વર્ષ 2018 માં 513 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 51,35,993 રૂપિયા, વર્ષ 2019 માં 135 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 22,48,158 રૂપિયા, વર્ષ 2020 માં 187 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 17,237,545 રૂપિયા અનેવર્ષ 2021 માં 97 વ્યક્તિઓ પાસે થી રૂપિયા 06,46,049 રૂપિયા મળીને કુલ દોઢ કરોડથી પણ વધારે રૂપિયા પડાવ્યા હતા. 

સાયબર ક્રાઈમે  આરોપી સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીઆ નામના આરોપીની ધરપકડ બાદ કરાયેલી પૂછપરછમાં બંને જણાવ્યું હતું કે, આપેલી  જાહેરાતમાંથી જો કોઈ વ્યક્તિ તેમનો સંપર્ક કરે તો અલગ-અલગ સ્કીમો પ્રમાણે રૂપિયા પડાવતા હતા અને જે તે વ્યક્તિએ સારા ઘરની મહીલાઓને હોટલમાં લઇ જઇને તેમની ઈચ્છા પ્રમાણે સંતોષ આપવા માટે જણાવતા હતા.

જેના બદલામાં આ લેડીઝ તેઓને રોકડા રૂપિયા અથવા તો ગિફ્ટ આપશે એવી લાલચ પણ આપતા હતા. બીજીબાજુ પોલીસે આરોપીઓ પાસેથી પોલીસે 11 મોબાઈલ, 7 ડાયરી, 19 એ ટી એમ કાર્ડ, 5 આધાર કાર્ડ, 5 પાન કાર્ડ, 7 ચેક બુક અને 5 પાસ બુક પણ કબ્જે કરી છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.