ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના વિરોધમાં ફિઝિયોથેરાપી તબીબો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી…જુઓ..વિડીયો..

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના વિરોધમાં ફિઝિયોથેરાપી તબીબો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી

વડોદરામાં ૧૦૦થી વધુ ફિઝિયોથેરાપી તબીબો અને વિદ્યાર્થીઓએ બપોરે કીર્તિસ્તંભ થી શરુ કરી ને કમાટીબાગ સુધી બેનર સાથે પદયાત્રા કાઢી :  ફિઝિયો સ્વરાજ મંચની  પદયાત્રા ૨૫૪ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને યાત્રા ૩જી સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ પૂર્ણ થશે 

મેડીકલ- વડોદરા, મિ.રીપોર્ટર, 30મી ઓગસ્ટ. 

કેન્દ્ર સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના વિરોધમાં અને ફિઝિયોથેરાપિસ્ટને વ્યવસાયિક સ્વતંત્રતા આપવાની માંગ સાથે આજે ફિઝિયો સ્વરાજ મંચના નેજા હેઠળ વડોદરામાં ૧૦૦થી વધુ ફિઝિયોથેરાપી તબીબો અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ કીર્તિસ્તંભ થી શરુ કરી ને કમાટીબાગ સુધી બેનર સાથે પદયાત્રા કાઢી ને પોતાનો વિરોધ નોધાવ્યો હતો. 

This slideshow requires JavaScript.

ફિઝિયો સ્વરાજ મંચના નેજા હેઠળ ૨૫મી ઓગસ્ટ ને દાંડી થી શરુ થયેલી પદયાત્રા ૨૫૪ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને યાત્રા ૩જી સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ પૂર્ણ થશે.

વડોદરામાં ૧૦૦થી વધુ ફિઝિયોથેરાપી તબીબો અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ કીર્તિસ્તંભ થી શરુ કરી ને કમાટીબાગ સુધી બેનર સાથે કાઢેલી રેલીનો વિડીયો જુઓ……

અત્રે ઉલ્લેનીય છે કે, કેન્દ્ર સરકારના આ ડ્રાફ્ટ બિલના લીધે 67 હજાર ફીઝીયોથેરાપી તબીબોની આવક ઘટતાં તેમના પર નભતાં પરિવારોને પણ આર્થિક અસર થશે. આ ઉપરાંત નવા બીલ ના લીધે દેશભરની લગભગ 303 કોલેજોમાં ( B.P.T) 4 વર્ષ નો સ્નાતકનો કોર્ષ તેમજ 176 કોલેજ માં 2 વર્ષ નો (M.P.T) માસ્ટર ઈન ફીઝીયોથેરાપી કોર્ષ ભણવામાં આવે છે. આ ઉપરાંત દેશની 28 કોલેજો અને 14 વિશ્વ વિદ્યાલય માં 4 વર્ષ ના કોર્ષની ફીઝીયોથેરાપીની પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવે છે. આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ માં પણ તેની સીધી અસર થશે. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે અને ટીચર પણ બેકાર થશે.

 

 

Leave a Reply