વ્યવસાયિક સ્વતંત્રતા માટે ફિઝીયોથેરાપિસ્ટ 25મીએ દાંડી થી પદયાત્રા કાઢશે : 30મી ઓગસ્ટે વડોદરા આવશે

વ્યવસાયિક સ્વતંત્રતા માટે ફિઝીયોથેરાપિસ્ટ 25મીએ દાંડી થી પદયાત્રા કાઢશે
Spread the love

વડોદરામાં પદયાત્રા જામ્બુઆથી પ્રવેશ કરી, ડેરી ત્રણ રસ્તા, રાજમહેલ રોડ, કમાટી બાગ, નિઝામપુરા થઈ છાણી જશે : ફિઝીયોથેરાપિસ્ટના હક્કોની લડાઈ માટેની  ફિઝિયો સ્વરાજ મંચની  પદયાત્રા ૨૫૪ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને યાત્રા ૩જી સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ પૂર્ણ થશે 

મેડીકલ- વડોદરા, મિ. રીપોર્ટર, ૨૩મી ઓગસ્ટ. 

કેન્દ્ર સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં  સુધારો કરવાની તેમજ ફિઝિયોથેરાપિસ્ટને વ્યવસાયિક સ્વતંત્રતા આપવાની માંગ સાથે ફિઝિયો સ્વરાજ મંચના નેજા હેઠળ રાજ્યના ૧૫૦૦થી વધુ ફિઝિયોથેરાપી તબીબો અને વિદ્યાર્થીઓ ૨૫મી ઓગષ્ટના રોજ સવારે ૧૦ વાગે દાંડીથી પગપાળા યાત્રા નો આરંભ કરશે.  ૩૦મી ઓગષ્ટના રોજ વડોદરા આવી પહોંચશે. અત્રે ઉલ્લેનીય છે કે, ફિઝીયોથેરાપિસ્ટના હક્કોની લડાઈ માટેની  ફિઝિયો સ્વરાજ મંચની  પદયાત્રા ૨૫૪ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને યાત્રા ૩જી સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ પૂર્ણ થશે.

દેશભરના ૬૭ હજાર જેટલા ફિઝિયોથેરાપિસ્ટ તબીબ તથા ૩૫ હજાર ફિઝિયોના વિદ્યાર્થીઓના રચાયેલા  સંગઠન ફિઝિયો સ્વરાજ મંચના હોદ્દેદારોએ આજે વડોદરામાં પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ડો. સરફરાઝે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (નેશનલ મેડિકલ કમિશન) લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ એક્ટના ડ્રાફ્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસના અધિકાર માટેના નિયમોમાં  ફિઝિયોથેરાપી તબીબોને  પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બીલમાં માત્ર  ફિઝિયોની પ્રેક્ટિસને રેફરલ ગણવામાં આવી છે. 

ડો. સરફરાઝે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આ ડ્રાફ્ટ બિલના લીધે 67 હજાર ફીઝીયોથેરાપી તબીબોની આવક ઘટતાં તેમના પર નભતાં પરિવારોને પણ આર્થિક અસર થશે. આ ઉપરાંત નવા બીલ ના લીધે દેશભરની લગભગ 303 કોલેજોમાં ( B.P.T) 4 વર્ષ નો સ્નાતકનો કોર્ષ તેમજ 176 કોલેજ માં 2 વર્ષ નો (M.P.T) માસ્ટર ઈન ફીઝીયોથેરાપી કોર્ષ ભણવામાં આવે છે. આ ઉપરાંત દેશની 28 કોલેજો અને 14 વિશ્વ વિદ્યાલય માં 4 વર્ષ ના કોર્ષની ફીઝીયોથેરાપીની પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવે છે. આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ માં પણ તેની સીધી અસર થશે. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે અને ટીચર પણ બેકાર થશે.

This slideshow requires JavaScript.

આ સંજોગોમાં ભારતીય ફિઝિયોથેરાપિસ્ટને વ્યવસાયિક સ્વતંત્રતા આપવા અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરવા સહિતની માંગણી સાથે ફિઝિયો સ્વરાજ મંચના નેજા હેઠળ પદયાત્રાનું આયોજન કરાયું છે. ૨૫મી ઓગષ્ટના રોજ સવારે 10 વાગ્યે દાંડીથી પદયાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રામાં 1500 જેટલાં ફિઝિયોના તબિબો અને વિદ્યાર્થીઓ જોડાશે. ૩જી સપ્ટેમ્બરના રોજ આશરે 254 કિલોમીટરનો પ્રવાસ ખેડી પદયાત્રા સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે.

અમદાવાદના ડો. મીતેશ પટેલે જણાવ્યુ હતુ કે, યાત્રાના સમાપન બાદ ગુજરાતના સાંસદોને આવેદન સુપરત કરાશે. તેમજ કેન્દ્રિય આરોગ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને આવેદનપત્ર મોકલાશે. જો ૪થી સપ્ટેમ્બર સુધી અમારી માંગણી નહિ સ્વીકારાય તો ૫મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી રાજઘાટ ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવશે.

૨૫મી ઓગષ્ટના રોજ સવારે 10 વાગ્યે ફિઝિયો સ્વરાજ મંચ દ્વારા દાંડીથી શરુ થનારી પદયાત્રા ૩૦મી ઓગસ્ટે  જામ્બુઆથી વડોદરામાં પ્રવેશ કરશે એમ  જણાવતાં ડો. કુશન શાહે વડોદરાના પદયાત્રાના રૂટ અંગે માહિતી આપતા ઉમેયું હતું કે, જામ્બુઆથી સુશેન સર્કલ, ડેરી ત્રણ રસ્તા, માંજલપુર બ્રિજ, રાજમહેલ રોડ, એસ.એસ.જી., કમાટીબાગ, ફતેગંજ, નિઝામપુરા થઈને છાણી જશે અને ત્યાંથી આણંદ તરફ પ્રસ્થાન કરશે. પદયાત્રામાં બેનર અને પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરાશે. કમાટીબાગ ખાતે પદયાત્રા અડધો કલાક રોકાણ કરી, પોતાની માંગણીઓ અંગે વિરોધ પ્રદર્શન કરશે.