પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરતી બોલિવૂડની હિરોઈન અનુષ્કાનો ફોટો વાયરલ, પિંક રિંગના ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, 1લી ડિસેમ્બર.

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. અનુષ્કા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો  હાલ સોશિયલ મીડિયા વાયરલ થઇ છે.  જેમાં પ્રેગ્નેન્ટ અનુષ્કા તેની ટીમની સાથે પોઝ આપતી નજર આવે છે. અનુષ્કાની આ ફોટો તેનાં ફેન્સની વચ્ચે ઘણી પસંદ થઇ રહી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અનુષ્કા વાયરલ  થયેલા ફોટો પર ના  કેપ્શનમાં લખ્યું છે કે, – ‘આ કંઇક એવું લાગે છે કે જાણે કોઇ જનરલ હોસ્પિટલ હોય.’ જોકે, જોવા જઇએ તો સૌ કોઇ એક વખત તો છેતરાઇ જ જશે કે આ ફોટો કોઇ શૂટિંગનાં સેટની છે કે, પછી કોઇ હોસ્પિટલની છે.

ફોટોમાં અનુષ્કા શર્મા તેની ટીમની સાથે છે જેમાં ટીમે PPE કિટ પહેરેલી છે. તો અનુષ્કા શર્મા પિંક કલરનાં કોલ્ડ શોલ્ડર ડ્રેસમાં નજર આવી રહી છે. ફોટોમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહેલી અનુષ્કા ખુબજ ક્યૂટ લાગે છે. આ પહેલાં એક્ટ્રેસની હેર સ્ટાઇલિસ્ટે તેની એક ફોટો શેર કરી હતી જેમાં તે એક્ટ્રેસનો મેકઅપ કરતી નજર આવે છે. ફોટોમાં અનુષ્કા શર્મા અને ટેબલ પર રાખેલાં મેકઅપ બ્રશ નજર આવે છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.