કોરોનાના વિસ્ફોટ વચ્ચે ડિસેમ્બર સુધીમાં કોરોના વેક્સીન લાવવાની તૈયારી, Pfizer એ માંગી મંજૂરી

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રીપોર્ટર, ૨૦મી નવેમ્બર.

 Pfizer એ પોતાની કોરોના વેક્સીનની ઈમર્જન્સીમાં ઉપયોગની મંજૂરી આપવા માટે અમેરિકાની રેગ્યુલેટરી ઓથોરિટી FDA સમક્ષ અરજી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીના સોર્સ મુજબ, આગામી મહિને મર્યાદિત સંખ્યામાં વેક્સીનના ડોઝ તૈયાર થઈ શકે છે.  કોરોના મહામારીને નાબૂદ કરવા માટે વધારે લોકો સુધી વેક્સીન પહોંચાડવામાં લાંબો સમય લાગી શકે છે. આ પહેલા Moderna Inc ની વેક્સીન પણ 94 ટકા અસરકારક હોવાની જાહેરાત કરાઈ હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

Pfizerની જાહેરાત પર અમેરિકાના ટોપ ડિસીઝ એક્સપર્ટ ડો. એન્થની ફાઉચીએ કહ્યું કે, ‘મદદ મળવા જઈ રહી છે, પરંતુ હજુ માસ્ક અને બીજા પગલાં બંધ કરવા ઉતાવળ ગણાશે. આપણે જે રીતે મદદની રાહ જોઈ રહ્યા છીએ, આપણે પબ્લિક હેલ્થના પગલાંને ડબલ કરવા પડશે.’ ઉલ્લેખનીય છે કે, Pfizer કંપની દ્વારા  2.5 કરોડ ડોઝ ડિસેમ્બર સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. 3 કરોડ ડોઝ જાન્યુઆરીમાં અને 3.5 કરોડ ડોઝ ફેબ્રુઆરી અને માર્ચમાં મળી શકે છે. તેના બે ડોઝ ત્રણ-ત્રણ સપ્તાહના અંતરે આપવા પડશે.

Modernaની વેક્સીન પણ એ જ mRNA ટેકનિક પર આધારિત છે, જેના પર Pfizerની વેક્સીન. કંપનીએ દાવો કર્યો છે કે, છેલ્લા તબક્કાના શરૂઆતના ડેટામાં તેની વેક્સીન 94.5 ટકા અસરકારક જણાઈ છે. યુવાનોની સાથે-સાથે વધુ ઉંમરના લોકોમાં Modernaની વેક્સીને એન્ટીબોડી ઊભી કરી, જેણે વાઈરસની સામે અસર બતાવી હતી. હવે ટૂંક સમયમાં જ આવા સમૂહો પર ઈમર્જન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી માટે અરજી કરાશે, જેમને ઈન્ફેક્શનનો વધુ ખતરો હશે. 

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaની વેક્સીન ટ્રાયલના લીડર પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડનું કહેવું છે કે, ટીમને આશા છે કે, ક્રિસમસ સુધી વેક્સીનને મંજૂરી મળી જશે. તેમનું કહેવું છે કે, તે Pfizer કરતા 10 ગણી વધુ સસ્તી હશે અને થોડા સપ્તાહના અંતરે બે ઈન્જેક્શન લેવા પડશે. ઓક્સફર્ડની વેક્સીનને ફ્રિજના તાપમાન પર રાખી શકાશે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.