પાંખડી : બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયના વૈભવી બંગલાનું ગેરકાયદે દબાણ પાલિકાએ તોડી પાડ્યું…જુઓ વિડીયો..

વડોદરા- મી.રીપોર્ટર, ૨૬મી ફેબ્રુઆરી.

બગલા મુખી આશ્રમના વિવાદાસ્પદ પ્રશાંત ઉપાધ્યાયના ગોત્રી-વાસણા રોડ વિસ્તારમાં આવેલા બંગલાનું ગેરકાયદેસ બાંધકામ પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંગલો અને આશ્રમનું ગેરકાયેદસર દબાણ દૂર કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખા ગોત્રી ખાતેના પાખંડી બંગલો ઉપર પહોંચતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

 બગલા મુખી આશ્રમનો ઠગ પ્રશાંત ઉપાધ્યાય 4 દિવસના રિમાન્ડ પર છે

શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા બગલા મુખી આશ્રમના પાખંડી મહારાજ પ્રશાંત ઉપાધ્યાયે તેમના નીકટના ભક્ત સાથે રૂપિયા 21.80 લાખની છેતરપિંડી કર્યા બાદ તેના એકપછી એક કરતુતો બહાર આવી રહ્યા છે. આ સાથે પાખંડી સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારી વિભાગો પણ એકશનમાં આવી ગયું છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાએ પાખંડીના ગોત્રી-વાસણા રોડ ઉપર દયાનંદ સોસાયટીમાં આવેલા બંગલાનું ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 

પાખંડી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ ફરાર થઇ ગયો હતો. વાપી પાસેથી નાટ્યાત્મક રીતે ઝડપાયેલ પ્રશાંત ઉપાધ્યાય હાલ ચાર દિવસના રિમાન્ડ ઉપર છે. રિમાન્ડ દરમિયાન પોલીસ પ્રશાંત પાસેથી વધુમાં વધુ વિગતો બહાર લાવવા પ્રયાસ કરી રહી છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

પોલીસે તેની પાસેની ડોક્ટરની ડીગ્રી સાચી છે કે ખોટી છે., તેની પણ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ વડોદરા મહાનગર પાલિકા દ્વારા તેના ગોત્રી-વાસણા રોડ ઉપર આવેલો બંગલો અને વારશીયા ખાતે આવેલા બગલામુખી મંદિરનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, પાખંડી પૈસાના જોરે આસપાસના લોકોને પણ દાબમાં રાખતો હતો. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત બગલા મુખી મંદિરના ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી. પરંતુ, કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ, પાખંડી પ્રશાંતના કરતુતો બહાર આવ્યા બાદ કોર્પોરેશન એકશનમાં આવ્યું છે. અને પાખંડી દ્વારા બગલામુખી મંદિર અને બંગલાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે…….જુઓ….વિડીયો…..

 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

Leave a Reply