www.mrreporter.in

વડોદરા- મી.રિપોર્ટર, 6 ઠ્ઠી મે. 

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ સિંહ રાઠોડ SMA -1 નામની  ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.  ત્યારે તેના પિતાએ લોકો પાસે મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ માત્ર બે મહિનાના ગાળામાં દેશના ખૂણે ખૂણેથી મદદ મળતાં આખરે રૂપિયા  16 કરોડ રૂપિયા એકઠા થઈ શક્યા છે. જે બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે ઘૈર્યરાજસિંહ માટે ZOLGENSMA નો આ ડોઝ USA થી મંગાવામા આવ્યો હતો અને ડોક્ટર દ્વારા આ ડોઝ ધૈર્યરાજને આપી દેવામા આવ્યો છે અને હાલ ધૈર્યરાજસિંહ ડોક્ટરની દેખરેખમાં છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ધૈર્યરાજસિંહને રૂપિયા 16 કરોડ ના ઈન્જેક્શનનો ડોઝ આપ્યા બાદ પિતા રાજદીપસિંહ રાઠોડે જણાવ્યું કે, માત્ર 42 દિવસમાં મારા દીકરા માટે મદદ એકઠી થઈ શકી છે. હું એ તમામ દાનવીરોનો આભાર માનુ છું. જીન થેરાપીનું આ ઈન્જેક્શન સ્વિત્ઝરલેન્ડી ફાર્મા કંપની નોવાર્ટિસ પાસેથી મળ્યું છે. ભારત સરકારે તેના પર લાગતુ 6.5 કરોડની ડ્યુટી માફ કરીને તેને સરળ બનાવ્યું છે.

શું છે ધૈર્યરાજની બીમારી

ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. આ માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: