કઈ રાશીના લોકોને 16 થી22 નવેમ્બર વચ્ચે થશે આર્થિક લાભ ? મા લક્ષ્મીની કૃપા કોના પર રહેશે ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રોગુરુ – મી.રિપોર્ટર, ૧૫મી નવેમ્બર. 

16 નવેમ્બરથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવું વર્ષ ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. એવામાં દરેકને આશા હોય કે નવા વર્ષમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય. 16 તારીખથી શરૂ થઈ રહેલા નવા વર્ષના પહેલા અઠવાડિયે કઈ રાશિઓ પર મા લક્ષ્મીની કૃપા રહેશે ? 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મેષ

કાર્યક્ષેત્રે ધીરે-ધીરે ઉન્નતિ થશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય હાલ કષ્ટદાયક છે અને ધન સંબંધિત સમસ્યા નડી શકે છે. જો કે, અઠવાડિયાના અંતે થોડા હકારાત્મક ફેરફારો જોવા મળશે.

વૃષભ

આર્થિક મામલે આ સમય સારો છે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. આ અઠવાડિયે કરેલા રોકાણ તમારા માટે લાભ લઈને આવશે અને ધન વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રે કરેલા વચનો હાલ નહીં પૂરા કરી શકો. આ મામલે તમારે પ્રયાસ ચાલુ રાખવા પડશે.

મિથુન

આ અઠવાડિયે કરિયર સંબંધિત યાત્રાઓના શુભ સંયોગ બની રહ્યા છે અને પરિણામ પણ સારા મળશે. આર્થિક મામલે પ્રગતિ ધીમે-ધીમે થશે. કાર્યક્ષેત્રે કોઈ પ્રોજેક્ટને લઈને મન બેચેન રહી શકે છે.

કર્ક

આર્થિક મામલે આ અઠવાડિયે ખર્ચ વધારે રહેશે અને કોઈ માતૃતુલ્ય મહિલા પાછળ ખર્ચ થઈ શકે છે. કાર્યક્ષેત્રે પોતાના પ્રોજેક્ટને લઈને વ્યાકુળ રહેશો અને તે પૂરા થવામાં હજી સમય લાગી શકે છે. અઠવાડિયાના અંતે કોઈ નવી શરૂઆત જીવનમાં ખુશીઓ લઈને આવશે.

સિંહ

આ અઠવાડિયે આર્થિક મામલે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. તમે કરેલા રોકાણ પણ સફળતા અપાવશે. કાર્યક્ષેત્રે સ્થિતિ પ્રતિકૂળ રહેશે. તમે બીજા પર હાવિ થવાની કોશિશ કરી શકો છો.

કન્યા

આ સમય અનુકૂળ છે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. આ આખું અઠવાડિયું ધન વૃદ્ધિની ઘણી તક પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે કોઈ શુભ સમાચાર મળી શકે છે.

તુલા

આર્થિક મામલે એક નવું રોકાણ કે શરૂઆત તમારા માટે શુભ સંયોગ લઈને આવશે. કાર્યક્ષેત્રે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો કોઈ સાથે ચર્ચા વિચારણા કરજો નહીંતર નુકસાન થઈ શકે છે. કોઈ સમસ્યા હોય તો વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો. આર્થિક મામલે ઘણા લોકો સાથે વિચાર વિમર્શ કરવાની જરૂર છે.

વૃશ્ચિક

કાર્યક્ષેત્રે અત્યંત અનુકૂળ સમય છે અને પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. આ મામલે કોઈ યુવાન વ્યક્તિની મદદ મળી શકે છે. આર્થિક સ્થિતિઓ સુદૃઢ થતી દેખાઈ રહી છે. કોઈ રોકાણ તમારા માટે ધન વૃદ્ધિ અને આશા મુજબના ફેરફારનો યોગ બનાવશે.

ધન

કાર્યક્ષેત્રે આ અઠવાડિયું અનુકૂળ છે અને તમારી ઈચ્છાનુસાર ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. ધન વૃદ્ધિના વિશેષ સંયોગ બની રહ્યા છે. રોકાણ દ્વારા પણ સફળતા પ્રાપ્ત કરી શકશો.

મકર

આર્થિક મામલે આ સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રે ઘણી મૂંઝવણ રહેશે અને બની શકે કે કોઈ સમાચાર ચિંતા કરાવે. આ અઠવાડિયે કરિયર સંબંધે કરેલી યાત્રા દ્વારા સાધારણ સફળતા મળશે.

કુંભ

કાર્યક્ષેત્રે વિશેષ સફળતા મળશે અને જેટલું પ્લાનિંગ સાથે કામ કરશો તેટલી વધુ સફળતા પ્રાપ્ત થશે. આ સમય શાંતિથી ભવિષ્ય વિશે વિચાર કરીને તેના પર અમલ કરવાનો છે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અત્યંત અનુકૂળ છે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનું અથવા રિનોવેશનનું મન થઈ શકે છે.

મીન

કાર્યક્ષેત્રે કોઈ એવા વ્યક્તિની મદદ મળશે જેમની આર્થિક બાબતોમાં સૂઝબૂઝ મજબૂત હોય. પ્રોજેક્ટ સમયસર પૂરા થતાં દેખાઈ રહ્યા છે. આર્થિક વ્યય વધુ થઈ શકે છે. મહિલા વર્ગ પાછળ ખર્ચો થઈ શકે છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.