દેશમાં આજથી નવા વોટર IDની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે,1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સને આ સુવિધા મળવા લાગશે

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રીપોર્ટર, ૨૫મી જાન્યુઆરી.

દેશના ઈલેક્શન કમિશને કોઈપણ દેશવાસીઓના વોટર ID કાર્ડ ખોવાય કે ખરાબ થઈ જાય પછી તેને પડતી મુશ્કેલીઓ દુર કરતો એક નિર્ણય લીધો છે. દેશમાં હવે આજથી વોટર IDને ડાઉનલોડ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી માત્ર એ વોટર્સ પોતાનું વોટર ID ડિજિટલ ફોર્મેટમાં લઈ શકશે, જેમણે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અપ્લાઈ કર્યું છે. 1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સને આ સુવિધા મળવા લાગશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

નેશનલ વોટર્સ ડે પર ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ.  હવે એના દ્વારા તમે તમારા વોટર IDને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. વોટર આ કાર્ડને પ્રિન્ટ કરી શકે છે, તેને લેમિનેટ કરી શકે છે કે તેને અનુકૂળતા પ્રમાણે ડિજિટલી સ્ટોર કરી શકે છે.

શું છે ડિજિટલ કાર્ડના લાભ

E-EPIC નવા વોટર્સને જારી કરાતા પ્લાસ્ટિક વોટર કાર્ડથી અલગ હશે. એને ડિજિલોકરમાં પણ અપલોડ કરી શકાય છે.

E-EPIC ડાઉનલોડ કરતાં પહેલાં KYC કરાવવું પડશે. આ સુવિધા મળ્યા પછી વોટરને એડ્રેસ ચેન્જ થાય ત્યારે વારંવાર નવું કાર્ડ બનાવવાની જરૂર નહીં પડે. આ માટે સિંગલ ઈ-એપિક પૂરતું હશે.

QR કોડમાં બદલાયેલા સરનામા સાથે એને નવેસરથી ડાઉનલોડ કરી શકાય છે. 

જે વોટર્સનું વોટર ID કાર્ડ ખોવાઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, તેઓ ફ્રીમાં ડુપ્લિકેટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અત્યારે આ માટે 25 રૂપિયા આપવાના હોય છે.

આ પગલાથી વન નેશન-વન ઈલેક્શન કાર્ડની યોજના પર આગળ વધી શકાશે.

તમે કેવી રીતે e-EPIC ડાઉનલોડ કરી શકશો?

સૌપ્રથમ તમારે e-EPIC ડાઉનલોડ કરવા માટે વોટર પોર્ટલ, વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ કે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સાઈટ પર જવાનું રહેશે.

વોટર પોર્ટલની વેબસાઈટ http://voterportal.eci.gov.in/ અને NVSP ની સાઈટ https://nvsp.in/ છે. આ ઉપરાંત તમે ગૂગલ પ્લેમાંથી વોટર મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

જો e-EPIC ડાઉનલોડ કરવા માગો છો, પરંતુ E-EPIC નંબર ખોવાયો છે તો તમે ઈલેક્ટોરલ ફોર્મને http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પર સર્ચ કરો. અહીંથી તમે તમારો e-EPIC નંબર મેળવી શકો છો.

e-EPIC ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે

1. e-EPIC ડાઉનલોડ કરવા માટે તમારે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ કે વોટર હેલ્પલાઈન એપ જવાનું રહેશે.
2. વોટર પોર્ટલ પર ખુદને રજિસ્ટર કે લોગિન કરો.
3. એના પછી મેન્યુ પર જઈને ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
4. EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
5. OTPથી નંબર વેરિફાઈ કરો.
6. ડાઉનલોડ EPIC પર ક્લિક કરો.
7. જો મોબાઈલ નંબર કાર્ડ પર બીજો છે તો KYCની પ્રોસેસ પૂરી કરો.
8. તેમાં ફેસ લાઈવનેસ વેરિફિકેશન પણ કરી શકો છો.
9. KYCની મદદથી નવો નંબર અપડેટ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.