હૃદયરોગ સામે જીત મેળવનાર દર્દીઓને વડોદરામાં હૃદયરોગ વિજયોત્સવ હેઠળ ૧૧મીએ MSUમાં સન્માનિત કરાશે

heart-attack-evergreen.jp
Spread the love

માધવબાગ દ્વારા હૃદય રોગ સામે જીત મેળવનાર 40- 50 દર્દીઓને સમ્માનિત કરવામાં આવશે 

હેલ્થ, મિ.રિપોર્ટર, વડોદરા, ૬ ઠ્ઠી ડીસેમ્બર. 

ભારતમાં થતા મૃત્યુમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું 28.1 ટકા યોગદાન છે, તેવું  2016માં લાન્સેટમાં પ્રકાશિત અભ્યાસમાં બહાર આવ્યું છે. એમાય  ડાયાબિટીક રાજધાની બન્યા પછી હવે ભારત વિશ્વમાં ટૂંક સમયમાં જ હૃદયરોગોની રાજધાની બનવા જઈ રહ્યું છે. જેમાં માધવબાગ લોકોની જીવન શૈલીમાં હેરફાર કરાવી યોગ્ય આહાર અને આયુર્વેદિક સારવાર તેની પેટેન્ટેડ પ્રોસિજર હૃદય શુદ્ધિકરણ ઉપરાંત ઉપયોગમાં લઈને અનોખી સારવાર પદ્ધતિને પ્રોત્સાહિત કરે છે. આવા જ જીવન શૈલીમાં બદલાવ કરીને હૃદયરોગમાંથી મુક્ત થયેલા લોકોને માધવબાગ સન્માનિત કરશે. 

માધવબાગ દ્વારા અમદાવાદમાં હૃદયરોગ વિજયોત્સવ સંકલ્પ 10 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સીટી સેનેટ હોલ ખાતે સાંજે 6 થી 8 કલાક દરમિયાન તથા વડોદરામાં સાંજે 7 થી રાત્રે 9 કલાક દરમિયાન એમએસ યુનિવર્સીટી ખાતે 11 મી ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં, હૃદય રોગ સામે જીત મેળવનાર 40- 50 દર્દીઓને સમ્માનિત કરવામાં આવશે. આ અંગે માધવબાગના પેશન્ટ એંગેજમેન્ટ ઓફિસર ડો. સુહાસ દાવખરે કહ્યું હતું, ‘માધવબાગ એ વિશ્વની પ્રથમ આયુર્વેદિક કાર્ડિયાક કેર પ્રોવાઈડર છે અને તેની એક પાસે જ પેટેન્ટેડ નોન ઈનવેસિવ આયુર્વેદિક પ્રોસિજર કાર્ડિયાક ટ્રીટમેન્ટ માટે છે, જેનું નામ સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ છે. અમારો હેતુ હૃદયરોગના કારણે મૃત્યુદર અને રોગોનું પ્રમાણ અને તેના જોખમી પરિબળોને વર્ષ 2025 સુધીમાં ઘટાડવાનો છે. માધવબાગ જીવનશૈલીને સંબંધિત રોગોને ડામવા મક્કમપણે આગળ વધે છે અને જીવનશૈલીમાં ફેરફાર, યોગ્ય આહાર અને આયુર્વેદિક સારવાર તેની પેટેન્ટેડ પ્રોસિજર હૃદય શુદ્ધિકરણ ઉપરાંત ઉપયોગમાં લઈને અનોખી સારવાર પદ્ધતિને પ્રોત્સાહિત કરે છે.

madhavbaug
 

એક અભ્યાસ પ્રમાણે, ગુજરાતમાં હૃદયરોગના કારણે 40 વર્ષની વય કે તેથી વધુની વયની પુખ્ત જનસંખ્યામાં 36 ટકા મૃત્યુ હૃદયરોગના કારણે થાય છે. હૃદયરોગ વિજયોત્સવ સંકલ્પના દ્વારા વડોદરાના નાગરિકો હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને સ્થૂળતાથી અગાઉ પીડાતા દર્દીઓની સફર અંગેનો અનુભવ જાણવાની જીવંત તક મેળવી શકે છે કે જે દર્દીઓ હવે તેમની રોગની સ્થિતિમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયા છે અને તેઓ ખુશહાલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેઓ આ સાથે કિનોટ સેશન દ્વારા હૃદયરોગની ભીતિમાંથી મુક્ત થવા અંગેની માહિતી પણ મેળવી શકે છે. મેડિકલ જગતની અગ્રણી હસ્તીઓ અને સમાજના અન્ય અગ્રણીઓ આ દર્દીઓને સન્માનિત કરશે અને તેમની જાણકારી પણ આપશે.’

માધવબાગ ગુજરાતના રિજિયોનલ મેડિકલ હેડ ડો. સાદિક ખાને કહ્યું હતું, ‘આયુર્વેદ માર્કેટ હાલમાં 30000 કરોડનું છે. આ માર્કેટ સારવારની આડઅસરથી દૂર રહી શકાય એ માટે પ્રાકૃતિક ઈલાજની માગ વધવાના કારણે હજુ પણ વધશે. માધવબાગ પાસે વિવિધ પેશન્ટ એજ્યુકેશન વર્કશોપ હાર્દિક ઈવેન્ટ્સ, વિન ડાયાબિટીસ, વર્કશોપ્સ, હાર્ટ અવેરનેસ વર્કશોપ્સ વગેરે તરીકે રહેલા છે અને અત્યાર સુધીમાં છેલ્લા 10-12 વર્ષમાં 25000 વર્કશોપ્સ યોજાઈ ચૂક્યા છે.

ભારતમાં હૃદયરોગનો બોજ ઘટાડવાનું વિઝન સાથે રાખીને માધવાબાગ સર્વિસિસના હોલમાર્ક એક્સેસિબિલીટી, અફોર્ડેબિલિટી અને ઉપલબ્ધતા રહ્યા છે. 2025 સુધીમાં માધવબાગનું આયોજન 1000 ક્લિનિક્સ શરૂ કરવાનું છે અને તેમાંથી ગુજરાતમાં 150 ક્લિનીક્સનું આયોજન છે, જેમાં 10 હોસ્પિટલ્સ અને રૂરલ ઓપીડી દરેક તાલુકામાં કરાશે જેની સાથે ભારતભરમાં 20000 ઓપીડી બનાવાશે.’

માધવબાગે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ દર્દીઓની સફળ સારવાર કરી છે. તેણે અત્યાર સુધીમાં વિજયોત્સવ કાર્યક્રમો દ્વારા 2000થી વધુ ડાયાબિટીસના દર્દીઓને સન્માનિત કર્યા છે.