UK થી Ahmedabad એરપોર્ટ પર આવનારા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે, 7 દિવસ ક્વોરન્ટીન થવું પડશે

www.mrreporter.in
Spread the love

કોરોના – અમદાવાદ, મી.રિપોર્ટર, 21મી ડિસેમ્બર. 

વિશ્વમાં ક્રિસમસ ની ઉજવણી ની તૈયારી ધૂમધામથી થઇ રહી છે. જોકે કોરોના ના નવા પેટર્ન વાયરસે આતંક ફેલાવવાનું શરુ કરતા જ વિશ્વના મોટા ભાગના દેશોએ પોતાની સરહદો સીલ કરીને કડક નિયમોનો અમલ શરુ કર્યો છે.  જેમાં દેશની બહાર જનારા અને આવનારા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કહેવાય છે કે, કોરોના નું  સ્વરૂપ ઘાતક બની રહ્યું છે. સંક્રમણને પગલે જીવ ગુમાવનાર લોકોનો આંકડો હવે 17 લાખને પાર થઈ ગયો છે. હાલ સમગ્ર દુનિયામાં દરરોજ 10થી 12 હજાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં 72 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી સૌથી વધારે મૃત્યુ અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, રશિયા, UK, ઈટાલી જેવા દેશોમાં થઈ રહ્યા છે. તેમજ બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થયું હોવા છતાં વાઈરસમાં મ્યુટેશન (કોરોના વાઈરસનું નવું વેરિયેન્ટ)ની વાત પ્રકાશમાં આવી છે.

www.mrreporter.in

અહીં સરકારે કડક પ્રતિબંધો પણ લાગુ કરી દીધા છે. જેને પગલે ભારતે UKથી આવનારી ફલાઈટ્સ પર 22થી 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ એરપોર્ટ પર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટીન થવું પડશે.

દેશમાં 22 ડિસેમ્બરના રાતના 12 વાગ્યા સુધીમાં આવનારી UKની ફ્લાઈટના તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ત્યાર બાદ તમામ ફ્લાઈટ્સ બંધ થઈ જશે. આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.