શહેરના વડસર રોડ પર રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી..જુઓ..વિડીયો…

પરિણીતા સસરા સાથે રહેતી હતી અને પતિ ગામડે ખેતી કરતો હતો

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૯મી એપ્રિલ

શહેરના વડસર રોડ ઉપર આવેલા અક્ષર રેસિડેન્સીમાં મકાન નંબર-506માં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાએ માસુમ પુત્રની પરવા કર્યા વિના ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પરિણીતાએ ફાંસો કયા કારણોસર ખાધો તે રહસ્ય અકબંધ છે.

શહેરના વડસર રોડ ઉપર આવેલ 506- અક્ષર રેસિડેન્સીમાં હેતાક્ષીબહેનના પતિ કુલદીપકુમાર પટેલ વતનમાં ખેતીકામ કરે છે. તેઓ તેમના 5 વર્ષના પુત્ર ધૈર્ય સાથે સસરા પ્રવિણભાઇ પટેલ સાથે રહેતા હતા. મોડી રાત્રે તેઓએ કોઇક કારણસર પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.

સિની. કે.જી.માં અભ્યાસ કરતા પાંચ વર્ષના પુત્ર ધૈર્યની પરવા કર્યા વિના હેતાક્ષીબહેન પટેલે કયા કારણોસર ફાંસો ખાઇ લીધો. તે રહસ્ય અકબંધ છે. હાલમાં માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ.એસ.આઇ. વહીદભાઇ કરી રહ્યા છે.