બાળકો માટે પેરેન્ટીગ કરવા માંગતા માતા પિતા એ વેબ સિરીઝ ” મેન્ટલ હૂડ ” જોવા જેવી છે, તમે જોઈ ? પ્રતિભાવ આપજો…

મનોરંજન – મી.રિપોર્ટર, 22 મી એપ્રિલ

કોરોના વાઇરસ નો આતંક જારી છે, જેની શિક્ષા સમગ્ર દેશ લોક ડાઉન રૂપે ભોગવી રહ્યું છે. લોક ડાઉન માં જે લોકો એક પણ દિવસ ઘરે રહેવાનું પસંદ નહોતા તેવા લોકોને ફરજિયાત પણે પોતાના ઘરે જ રહેવાની ફરજ પડી છે.

બિઝનેસમેન ને વર્ષો બાદ રજા પરિવાર સાથે માણવા મળી હોય તેવો અનેરો થનગનાટ તેમના ચહેરા પરથી જોઈ શકાય છે. જ્યારે ખાનગી કે કોર્પોરેટ કંપનીમાં જોબ કરતા લોકો ને પણ વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરે થી જ નવા અનુભવ સાથે નોકરી કરવી પડી રહી છે. ઘણા ઘરોમાં તો માતા પિતા બંને ઘરે થી નોકરી કરી રહ્યા છે. તેમના માટે બાળકોની સાથે ઘરે થી જોબ કરવાનો પણ અનેરો મોકો મળ્યો છે, આ સમયે તેમના માટે ઘર, બાળકો, નોકરી અને કોરોના વાઇરસ થી સુરક્ષિત રહી ને આરોગ્યની કાળજી રાખવાનો ટાસ્ક મળ્યો છે. આ ટાસ્ક માં ઘણા માતા પિતા સફળ બન્યા છે, તો મોટાભાગના માતા પિતા પોતાના ટાસ્ક નિષ્ફળ બની રહ્યા છે. આવા માતા પિતા ને નોકરી ની સાથે બાળકોનું parenting – પેરેન્ટીગ કઈ રીતે કરવું તેની મોટી સમસ્યા નડી રહી છે.

બાળકો નો ઉછેર, તેમના બ્રેકફાસ્ટ થી લઈ ને ડિનર સુધી કયો હેલ્ધી ખોરાક આપવો, તેમનામાં મેનર્સ – સંસ્કાર કઈ રીતે આપવા, શું સારું શું ખરાબ શીખવાડવાની ફરજ, મોટા થતાં બાળકોને તેમના શારીરિક ને માનસિક ચેન્જ ને ઓળખીને કેવી રીતે બાળકો ને સમજ પાડવી, તેમની તકલીફો સમજવી, ગૂડ ટચ ને બેડ ટચ વિષે સરળતાથી સમજ પાડી ને તેમને જાગૃત કરવા જેવા અનેક વિષયો સતાવી રહ્યા છે. આ વિષયો સામાન્ય દિવસોમાં પણ હોય છે, પણ નોકરિયાત વર્ગ ના માતા પિતા ને લોક ડાઉન ના મળેલી રજા સાથેના નોકરીના વર્કલોડમાં પનારો ઓછો નથી.

www.mrreporter.in

તમે પણ એવા માતા પિતા ની કેટેગરીમાં આવતા હોય અને પેરેન્ટીગ શીખવા માગતા હોય તેવા વાલીઓ એ આ લોક ડાઉન ના સમયમાં પોતાના મનોરંજન માટે ફાળવેલા સમયમાં ” મેન્ટલ હૂડ ” નામની વેબ સીરીઝ અચૂક જોવા જેવી છે.

મે પણ તાજેતરમાં જ જોઈ. મને વ્યક્તિગત રીતે સિરીઝ ગમી. 10 એપિસોડ એક બેઠકમાં જોઈ ગયો. ” મેન્ટલ હૂડ ” માં કરિશ્મા કપૂર, સંજય સુરી, ડીનો મોરિયા, સંધ્યા મૃદુલ, ચક દે ફેમ શિલ્પા શુક્લા, તિલોતમા શોમે અને શ્રુતિ શેઠ નો લાજવાબ અને દમદાર અભિનય ગમી જાય તેવો છે. મેન્ટલ હૂડ નામની વેબ સીરીઝ માં મુખ્ય પાત્ર માં કરિશ્મા કપૂર મીરા નામની ત્રણ સંતાનની માતાની ભૂમિકા ભજવે છે. કાનપુર થી દિલ્હીના અર્બન અને કોસ્મો શહેરમાં આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલ ભણવા માટે મૂકે છે…પછી શરૂ થાય છે બાળકોના parenting – પેરેન્ટીગ ની કહાની.

વેબ સિરીઝ ” મેન્ટલ હૂડ ” જોવી હોય તો zee5 apps  અથવા Atl balaji apps ડાઉનલોડ  કરવી‌ પડશે..

તમને ” મેન્ટલ હૂડ ” વેબ સિરીઝ કેવી લાગી ? તે અનુભવ તમે મને વોટ્સ અપ : 9978099786 શેર કરી શકશો.. વધુ માહિતી માટે લોગીન કરો… www.mrreporter.in

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply