SSGના પિડિયાટ્રીક વોર્ડમાં કોરોનાના બાળ દર્દીને સાચવવા માતા-પિતા ને PPE કિટ પહેરીને બેસી રહ્યા છે

www.mrreporter.in
Spread the love

હેલ્થ- વડોદરા, મી.રિપોર્ટર, ૯ મી એપ્રિલ. 

વડોદરામાં કોરોના નો વિસ્ફોટ થયો છે. તંત્ર ની વ્યવસ્થા છતાં પણ કોરોના કાબુમાં આવી રહ્યો નથી, હવે વૃદ્ધ અને વયસ્ક લોકોને કોરોના લાગતો ચેપ હવે બાળકો ને પણ લાગી રહ્યો છે. બાળકોમાં સતત વધી રહેલા કોરોના ના કેસ ને લઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 10 બાળ દર્દીઓ માટે પિડીયાટ્રીક વોર્ડમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- ૩ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/LQOdPzehxADEqaDY3Xl2GQ

જ્યાં નાના બાળકો માતા કે પિતા વિના રહેતા ન હોવાથી બેમાંથી એકને પીપીઇ કીટ પહેરીને વોર્ડમાં  ફરજીયાત પાને સાથે રહેવુ પડે છે.  કોરોના ની ઘાતક અસર થી અજાણ બાળકો માટે હવે હોસ્પીટલમાં  માતા- પિતાની હૂંફ જ એક  વેક્સિન સમાન બની ગઈ છે. માતા-પિતા ને બાળકોને સાચવવા અઘરા પડી રહ્યા છે. ખાસ કરી ને એક જગ્યા પર ન બેસી રહેતા અને ઘરની બહાર રમવા જતા બાળકો ને તો હોસ્પીટલમાં સારવાર માટે રાખવા ડોક્ટર, નર્સ અને માતા પિતા માટે મોટો ટાસ્ક બની ગયો છે. માતા -પિતા ને  બાળકને મોબાઇલમાં ગેમ કે ફોટો બતાવીને સમય પસાર કરવો પડી રહ્યો છે.