હૈદરાબાદના ઝૂમાં 8 સિંહોમાં કોરોના નીકળતા ગુજરાતમાં ગભરાટ, વનવિભાગ તમામ કર્મચારીઓનો RT-PCR કરાવશે

www.mrreporter.in
Spread the love

અમદાવાદ- મી.રિપોર્ટર, 6 ઠ્ઠી મે

હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવવાનો મામલાથી ગુજરાત વન વિભાગ પણ એલર્ટ બની ગયું છે. એમાય  ખાસ કરીને રાજ્યમાં જ્યાં  સિંહો છે તેવા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહો નું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે.  તો બીજીબાજુ  પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR ટેસ્ટ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

રાજ્ય સરકાર ના વન વિભાગ દ્વારા સિંહોનાં કેર ટેકર્સ, જંગલ ટ્રેકર અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામા આવશે. જરૂર ન હોય ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  હૈદરાબાદના નહેરુ ઝુઓલોજિકલમાં એકસાથે 8 સિંહો કોરોના સંક્રમિત થયા હોય તેવી દેશમાં પહેલીવાર બન્યું છે. 29 એપ્રિલના રોજ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડર મોલેક્યુલર બાયોલોજીએ નહેરુ ઝુઓલોજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે, અમને  આરટીપીસીઆર ટેસ્ટમાં 8 સિંહો પોઝિટિવ  થયેલા મળ્યા હતા. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.