તબીબોને જરૂરિયાતમંદ લોકોની સેવામાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવાનો લક્ષ્ય રાખ્યો છે : પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રકાશ આમ્ટે

Spread the love

પારૂલ યુનિવર્સિટીમાં ” PU TALKS ” યોજાયો

એજ્યુકેશન- મિ.રિપોર્ટર, ૯મી સપ્ટેમ્બર. 

આદિવાસી લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો અમારો હેતુ  છે, જ્યાં આ સુવિધા પહોચતી નથી.  પ્રારંભિક તબક્કો  અમારા માટે ખૂબ નિરાશાજનક હતો, કારણ કે આ વિસ્તાર એકદમ અલગ હતો અને અમને કોઈ દર્દી પણ મળતાં નહોતા.  શરૂઆતમાં મોટાભાગના લોકો પોતાને ઇલાજ કરવા માટે આગળ આવતા નહોતા, તેઓ બલિદાન આપવા પર વિશ્વાસ કરતા હતા. એમાય ભાષાનો અવરોધ પણ અમને નડ્યો હતો. પણ અમે ધીરે ધીરે  તેમને મનાવવા અને દર્દીઓને અમારી હોસ્પિટલમાં પહોંચાડવામાં સફળ રહ્યા. હવે આટલા વર્ષો પછી એક સંપૂર્ણ કક્ષાની હોસ્પિટલ ચાલી રહી છે, ત્યાં 150 કિ.મી.ના ત્રિજ્યામાં લગભગ 45000 દર્દીઓ હાજર રહે છે. ‘ આ શબ્દો છે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રકાશ આમ્ટે ના.

વડોદરામાં આવેલી પારૂલ યુનિવર્સીટીના ભાવિ ડોકટરોને  ગામડાં અને આદિવાસીઓ વચ્ચે જઈને તેમને તબીબી સારવાર આપવા માટે પ્રોત્સાહિત કરવા અને ગામડાંમાં જ એક હોસ્પિટલ પણ શરુ કરે તેવા આશય સાથે ” PU TALKS ” માં પોતાની પત્ની સાથે ખાસ ઉપસ્થિત રહેલા પદ્મશ્રી પ્રકાશ આમ્ટે જણાવ્યું હતું કે, સરકાર પાસે અમે કોઈ પણ જાતની મદદ માંગી નથી.  અમારા કામ ને જોઇને લોકો જોડતા ગયા ને આર્થિક મદદ કરતા ગયા હતા. તેમની મદદના પગલે જ અમે માડિયા ગોંડના હાંસિયામાં રહેલા સમુદાયને મદદ કરી અને લોક બિરાદરી પ્રકલ્પની સ્થાપના કરી. તેમના સતત પ્રયત્નોથી  શાળા ખોલવામાં સફળ થયા અને જેનાથી આદિવાસી લોકોનું જીવન બદલાઈ ગયું છે. અમારો ઉદ્દેશ  ભાવિ ડોકટરોને  જરૂરિયાતમંદ લોકોની સેવામાં જોડાવા પ્રેરણા આપવાનો છે. 

લોક બિરાદરી પ્રકલ્પની સ્થાપનાના કો- ફાઉન્ડર ડો.મંદાકિની આમ્ટે જણાવ્યું હતું કે, આદિવાસી લોકોની પરિસ્થિતિ જોયા પછી અમે તેમનું જીવન સુધારવામાં મદદ કરવાનો નિર્ણય કર્યો. મારા લગ્નને લઈને પરિવાર તરફથી વિરોધ હતો પરંતુ બાદમાં તેઓ પણ રાજી થયા અને અમે લગ્ન કરી લીધાં. મેં પહેલેથી જ તેમની સેવા કરવાનું નક્કી કર્યું છે અને હવે આટલા વર્ષો પછી તે અમારા માટે સંતોષ છે કે આપણે આદિવાસીઓને મદદ કરીએ છીએ. 

પારૂલ યુનિવર્સિટીના ચેરમેન ડો.દેવાંશુ પટેલ જણાવ્યું હતું કે, અમે યુનિ.ના તબીબો જરૂરિયાતમંદ લોકોની સેવા કરે અને ગામડાંમાં જઈને ફરજ બજાવે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે.