પાદરામાં ગણપતિ આગમનની સવારીમાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત…જુઓ વિડીયો..

પાદરામાં ગણપતિ આગમનની સવારીમાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત

લાઇટિંગના ટેમ્પા પર લાગેલા ધ્વજની દંડી વીજ તારને અડી ગઇ : યુવકના મોતથી પાદરામાં ગપણતિ ઉત્સવ શોકમાં ફેરવાઇ ગયો

વડોદરા-પાદરા, મી.રીપોર્ટર, ૩૦મી ઓગસ્ટ. 

વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા ગુરૂવારે મોડી રાત્રે ગણપતિ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણપતિ પ્રતિમાની સવારી નીકળી હતી. આ સમયે લાઇટિંગના ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇટેન્શન લાઇનના વીજ તારને અડી જતા રાહુલસિંહ પ્રવિણસિંહ પરમાર (24)ને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે પાદરા તાલુકાના ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નીપજ્યું હતું. 

પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા ગુરૂવારે મોડી રાત્રે ગણપતિ ઉત્સવની તૈયારીના ભાગરૂપે નીકળેલી ગણપતિ પ્રતિમાની સવારીના વિડીયોમાં રાહુલ પરમાર ને કેવી રીતે વીજ કરંટ લાવે છે..તેનો વિડીયો…….

 

Leave a Reply