વડોદરામાં હાલ 9060 એક્ટિવ કેસ પૈકી 582 દર્દી ઓક્સિજન અને 368 દર્દી વેન્ટિલેટર ઉપર છે : આંકડાશાસ્ત્રી દીનાર ગુપ્તેનું મૃત્યુ

www.mrreporter.in
Spread the love

વડોદરા-મી.રિપોર્ટર, 6 ઠ્ઠી મે. 

વડોદરામાં હજુ પણ કોરોના નોં કહેર યથાવત છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 48,568 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 424 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39,084 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વડોદરામાં હાલ 9060 એક્ટિવ કેસ પૈકી 582 દર્દી ઓક્સિજન ઉપર અને 368 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 8110 દર્દીની હાલત સ્થિર છે. જેમાં આજે વડોદરામાં આંકડાશાસ્ત્રી દીનાર ગુપ્તેનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

એમાય વડોદરા શહેર જિલ્લાના ઝોન પ્રમાણે જોઈ તો પૂર્વ ઝોનમાં 7021, પશ્ચિમ ઝોનમાં 8176, ઉત્તર ઝોનમાં 8637, દક્ષિણ ઝોનમાં 8214 વડોદરા ગ્રામ્યમાં 16,484 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.