અષાઢી બીજે ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા નીકળશે, 27 હજાર કિલો શીરો અને 400 મણ કેળાનું વિતરણ થશે

Spread the love

વડોદરા પ્રથમ નાગરીક મેયર ડો. રથયાત્રાનો પ્રારંભ કરાવશે : મુસ્લીમ સમાજ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે : શહેર પોલીસ તંત્ર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્તનું આયોજન

વડોદરા- ધાર્મિક, મિ.રિપોર્ટર, ૨જી જુલાઈ

શહેરમાં આષાઢી બીજના પાવન દિવસે જગનાનાથ ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે. ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આયોજીત 38મી રથયાત્રામાં શુધ્ધ ઘીમાં બનાવેલ 27 ટન શિરાનો પ્રસાદ અને 400 મણ કિલો કેળાો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. રથયાત્રા બપોરે 2-30 કલાકે સ્ટેશન ખાતેથી નીકળશે.

ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદ રામદાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.4ના રોજ ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલરામજી બહેન સુભદ્રાજી શહેરીજનોને સામેથી દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી રથયાત્રાને મેયર ડો. જીગીશાબહેન શેઠ રથયાત્રાના માર્ગને સોનેરી ઝાડૂથી સફાઇ કરીને પ્રસ્થાન કરાવશે. તે સમયે રાજકીય અગ્રણીઓ, મંદિરના મહંતો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રથયાત્રા રેલવે સ્ટેશનથી સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી ચાર રસ્તા, રાવપુરા મેઇન રોડ, જ્યુબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, મદનઝાંપા રોડ, કેવડાબાગ થઇ બરોડા હાઇસ્કૂલ પાસે પોલોગ્રાઉન્ડ ખાતે સમાપન થશે. રથયાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ, પોળના યુવક મંડળો તેમજ મુસ્લીમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. સાંજે નીજ મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 હજાર કરતા વધુ લોકો મહાપ્રસાદીનો લાભ લેશે.

માં મંદિરના ગૌરાંગ દાસ, રામકેશવ દાસ, નીમાઇ નિતાઇ દાસ, વંશીધારી દાસ, રામગોવિંદ દાસ, રામ ગોપાલ દાસ જોડાશે. અને રથયાત્રામાં શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનું વિતરણ, તેમજ 27000 કિલો શિરાનો પ્રસાદ અને 400 મણ કેળાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેમ ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું.