રાજ્યની યુનિવર્સિટી અને કોલેજમાં ઓફલાઈન પરીક્ષા લેવાનો આદેશ ‘ નકલી ‘ : UGC એ કેમ સ્પષ્ટતા કરી ?

www.mrreporter.in
Spread the love

એજયુકેશન-મી.રિપોર્ટર, 14મી  ડિસેમ્બર. 

રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં  આગામી  સેમેસ્ટરની  પરીક્ષાઓ ઓફલાઈન  લેવાના  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC ) કહેવાતો પરિપત્ર જાહેર થયા બાદ વિવિધ યુનિવર્સિટી અને કોલેજોએ પણ પરીક્ષાના સંદર્ભમાં તૈયારીઓ હાથ ધરી હતી, પણ તેની સાથે UGC ના પરિપત્ર અંગે સ્પષ્ટતા માંગતા UGC એ આવો કોઈ પરિપત્ર જ કર્યો નથી અને સોશિયલ મીડિયામાં ફરી રહેલા પરિપત્ર ને ફેક ગણાવી ને સમગ્ર  પરિપત્ર ને નકલી ગણવ્યો હતો.

www.mrreporter.in

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC ) દ્વારા રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં  આગામી  સેમેસ્ટરની  પરીક્ષાઓ ઓફલાઈન  લેવી તેવો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC ) ના લેટર પેડ પર  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC ) ના સેક્રેટરી પ્રો. રજનીશ જૈન ના નામ થી સોશિયલ મીડિયા પર  ફરતો મુકવામાં આવ્યો હતો. આ લેટર બાદ  રાજ્યની યુનિવર્સિટી અને કોલેજોમાં  ગણગણાટ શરુ થયો છે. તો બીજીબાજુ વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષા ને લઈને  અવઢવ ઉભી થઇ હતી. કોરોના વાઇરસ અને એમીક્રોન  ના ખતરા  વચ્ચે ઓફલાઈન પરીક્ષા લેવા અંગે વચ્ચે UGC પાસે અમુક યુનિવર્સિટી અને કોલેજોએ સ્પષ્ટતા માંગતા જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC )એ  સોશિયલ મીડિયા પર  ફરી રહેલા પરિપત્ર ને ફર્જી – નકલી ગણાવીને સત્તાવાર રીતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC ) એ  તેવો કોઈ પરિપત્ર કર્યો ન હોવાની સ્પષ્ટતા સાથે તે  પરિપત્ર ને વેબસાઈટ પર  મુકવાની સાથે યુનિવર્સિટી અને કોલેજોને મોકલી આપ્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.