ઓર, કિત ના ઉલ્લુ બનાયેગા મુજે તું ? બતા? : હોલમાં બેઠેલા લોકો ની સામે તૌફીક ની અમ્મીએ પૂછ્યું તો બધા અવાક બન્યા..વાંચો કેમ ?

Spread the love

ડો. કે. આર. રાવ વિશ્વવિદ્યાલય ના એસેમ્બલી હોલ માં આજે બધાજ વર્ષના  વિદ્યાર્થીઓ ભેગા થઇ ગયા હતા. જાણે વિદ્યાર્થીઓ માટે આજે મોટો ઉત્સવ હતો, ખાસ કરીને જેવો ભણવામાં અને વિવિધ પ્રવૃત્તિ માં આગળ હતા. ઇનામપાત્ર બધાને ઇનામ મળી ચુક્યા હતા ફક્ત એકજ છેલ્લું મહત્વનું ઇનામ બાકી હતું, જે દર વર્ષે આ વિશ્વવિદ્યાલય તરફ થી ખાસ આપવા માં આવતું, અને તે હતું “બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ”.

જે વિદ્યાર્થી ઓ ભણવામાં, રમત ગમત માં અને તેમની અન્ય પ્રવુત્તિ નો સરવાળો થતો અને પછી બેસ્ટ સ્ટુડન્ટ કોણે બનાવવાનો તે નક્કી થતું. આમ નક્કી કરનાર તેમજ નક્કી થનાર બંને ની પરિક્ષા ની ઘડી ગણાતી એવા એવોર્ડ ને પાત્ર નું નામ બસ થોડીજ ક્ષણ માં ની ઘોષિત થવાનું હતું. આમ દરેક ને લગભગ ખબર હતી કે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ તૌફીક દિવાન અથવા તેજસ્વી અમીન માંથી કોઈ એક ને મળશે. પણ આજે કૈક એવું થયું હતું કે તૌફીક દિવાન ને મળે એવી આશા વધી ગઈ હતી.

હોલ નું એક એન્ટ્રન્સ હતું. અંદર આવ્યા પછી સીધો એક બ્લુ કાર્પેટ પાથરેલો રસ્તો સ્ટેજ તરફ જતો અને કાર્પેટ ની બંને બાજુ થીયેટર ની જેમ ખુરશીઓ મુકેલી હતી. સ્ટેજ પર બરોબર વચ્ચે સ્ટેન્ડિંગ માઇક મુકેલું હતું.

હોલ માં અંધારું હતું પણ તે ખચાખચ ભરાયેલ હતો. ચારે તરફ થી ઘોઘાટ થઇ રહ્યો હતો. ઉત્સુકતા વધી રહી હતી તૌફીક ના મિત્રો “તૌફીક તૌફીક” કરતાં અને તેજસ્વી ના મિત્રો “તેજસ્વી તેજસ્વી” કરતાં હતા. તૌફીક દિવાન તેના મિત્રો સાથે બ્લુ કાર્પેટ પર ઉભો હતો. આ ઉત્સુકતા ની વચ્ચે અચાનક એન્ટ્રન્સ નો દરવાજો સ્હેજ ખુલ્યો અને બહાર નો પ્રકાશ અંધાર પટ વાળા હોલ માં આવ્યો એટલે બધાનું ધ્યાન પાછળ ખેચાયું. દરવાજા માંથી એક બુરખો પહેરેલી થોડી મોટા ઉમર ની એક મહિલા અંદર આવી. અંધારામાં સ્હેજ અંદર આવીને તેની નજીક ની સીટ પર બેસેલ વિદ્યાર્થી પાસે જઈ ગુસ્સા માં પૂછ્યું: “તૌફીક દિવાન કહા મિલેગા ????” તૌફીક થોડી આગળ જ તેના મિત્રો સાથે કાર્પેટ પરજ ઉભેલો જોઈ તેને ઈશારો કરી બતાવ્યો. એટલે તે મહિલા ઝડપ થી તે તરફ ઘસી ગઈ. અને તેને તૌફીક ને તરતજ ઓળખી નાખ્યો, તૌફીક નો ચહેરો સ્ટેજ તરફ હતો અને મહિલા તેની પાછળથી આવી અને ગુસ્સામાં બોલી :”…તૌફીક…” એટલે આશ્ચર્ય થી તૌફિકે પાછળ જોયું અને તેજ ક્ષણે દંગ રહી ગયો, તેના મોઢા માંથી શબ્દ નીકળી પડ્યા : “અમ્મી…. ક્યાં બાત હૈ ????? આ….પ યહા ????”

“કયું મેં યહા આ નહિ સકતી યા તું આને દેના નહિ ચાહતા???” એમ બોલી તૌફીકની અમ્મી એ તૌફીક ને વાત આગળ વધે તે પહેલાજ એક જોર થી લાફો ચોડી દિધો. અને બીજીજ ક્ષણે થપ્પડ ના અવાજ થી આખો હોલ એકદમ ચુપ થઇ ગયો. કોઈને કાઈ ખબર પડી નહિ અને બધા ચુપ થઇ ગયા. અને તૌફીકને કઈ સમઝાય તે પહેલા અમ્મી એ બીજો હાથ પણ ઉઘામી દિધો અને તેમની ગુસ્સામાં આંખ લાલ થઇ હતી અને હવે એવોજ અવાજ પણ : “ ઓર, કિતના ઉલ્લુ બનાયેગા મુજે તું ? બતા?”

તૌફીક :”અમ્મી, મૈને.. કુછ ગલત નહી કિયા…”

“ગલત??? યે તું બોલ રહા હૈ?… જુઠા હૈ તું ? બડી મુશ્કિલ સે આજ સુબહ કુછ પૈસે જોડકે મેં તુજે મિલને ગાવ સે તેરે શહેર મેં આયી, સોચા તુજે સરપ્રાઈઝ દુંગી…. પર તુને તો મુઝે હી સરપ્રાઈઝ દેદી…. અબ તેરી અસલીયત મુજે પતા ચલી.” હવે અમ્મીની આંખમાં આસું વહેવા લાગ્યા પણ તેમને બોલવાનું બંધ કર્યું નહિ કદાચ તેમની કોઈ વાત દિલ માં ઊંડે ખુચી રહી હતી. તેમને રડતા સ્વરે કહ્યું:” મેં આકે પહેલે તુને જો ઘર કા પતા બતાયા થા મેં વહા ગઈ, પર ઉસ ઘર મેં તો તુજે કોઈ પહેચાનતા હી નહી થા?? ઉન લોગો ને મુજે ઘર સે નિકાલ દિયા… તુને તો ઉસ ઘરકે વિડીઓ મુજે દિખાયે થે… મેં કિતની ખુશ હુઈથી કે મેરા બેટા ઇતને બડે આલીશાન ઘર મેં રહેતા હૈ… ઔર તુજે તો વહા કોઈ પહેચાનતા હી નહી…. બોલ તુને જૂઠ બોલા કે નહી???”

તૌફીક:” અ…મ્મી… એક મિનીટ ….” તે કૈક આગળ બોલે તે પહેલા તેના અમ્મી રડતા રડતા ફરી બોલવા લાગ્યા “તુને બોલાથા કે તેરી નોકરી એક બેંક મેં લગી હૈ, મેં વહા ભી ગઈ… વહા ભી મુજે વોહી જવાબ મિલા યહા કોઈ તૌફીક દિવાન કામ નહી કરતાં…. અભીભી બોલ તું ને સચ કહા થા… મૈને તુજે બચપન સે આજ તક યે સિખાયા થા ?? કે આપની અમ્મી સે સાલો તક જૂથ બોલો??!!!!!”

“ઔર જબ મેં તેરે કોલેજ કે નજદીક આઈ ઔર મેને થોડે પુલીસ વાલે ખડે થે ઉનસે તેરા નામ દેકે ઉનકો પૂછા `તૌફીક દિવાન કહા મિલેગા’ પતા હૈ ઉન્હોને મુજે ક્યાં કહા ???? “
તૌફીક :”ક્યાં કહા??”
અમ્મી : “ઉસે કોન નહિ જાનતા??? યે બોલકે વોહ હસને લગે…..બતા.. ઐસા તુને ક્યાં કિયા હૈ કે તુજે પુલીસ ભી જાનને લગી હૈ??? ક્યાં ધંધે કરતાં હૈ તું????”
આખો હોલ બંને ની વાતો સાંભળી ચુપ થઇ ગયો હતો, આખું માહોલ ગંભીર થઇ ગયું હતું. કોઈ નો મૂડ નામ સંભાળવા માં હતો નહિ. પણ એટલા માં મેડમ નેન્સી બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ નું નામ ઘોષિત કરવા સ્ટેજ પરના માઈક પાસે આવ્યા અને જોર થી બોલ્યા :”ઈટ ઈઝ….તૌફીક દીવા..વા….ન”

તૌફીક તેની અમ્મીના આરોપ સાંભળ્યા પછી શૂન્ય બની ગયો હતો.. તેના નામ ની ઘોષણા છતાં તેની ખુશી ગાયબ થઇ ગઈ હતી… તેને અમ્મી સિવાય કાઈ દેખાતું નહતું… તેના કાન માં અમ્મી ના શબ્દો ગુંજી રહ્યા હતા.. એટલા માં તેની અમ્મી એ ગુસ્સામાં ફરી વાર કર્યો : “તુજે એવોર્ડ લેને કા બહોત શોખ હૈ ના, જા એવોર્ડ લેલે પર સાથ મેં ને જોભી પૂછા હૈ ઉસકા જવાબ દે ઔર વોભી સબકે સામને “ એમ બોલી તેની અમ્મી એ તેના થી મો ફેરવી લીધું… તૌફીક તેની અમ્મી તરફ ગયો.. પણ પરિણામ તેનું શૂન્ય હતુ. આમ નિરાશ તૌફીક નીચું મોઢું રાખી સ્ટેજ તરફ ધીરે ધીરે આગળ વધ્યો.. તેને બંને તરફની ખુરશી પર બેઠેલા વિદ્યાર્થી જોઈ રહ્યા હતા. તેને અપમાન જેવું લાગી રહ્યું હતું. તેને સ્ટેજ પર જઈ માઇક હાથ માં લીધું :”અમ્મી, હા.. મૈને જૂઠ બોલા હૈ…” આ સાંભળી હોલ માં હલકી ગણગણાટ ચાલુ થઈ. તૌફીક આગળ વધ્યો : “હા, અમ્મી મૈ વહા નહિ રહેતા જહાકે વિડીયો મૈને આપકો બતાયે થે, વો આલીશાન બંગલા મેરે દોસ્ત રોનક કા હૈ. હા, મૈને જૂઠ બોલા, પર ક્યાં મેં સચ બોલતા કે મેં પૈસે કી કમી કી વજહ સે મેં કોલેજ કે પાસ વાલી ઝોપડપટ્ટી મેં રહેતા હું તો આપકે દિલ પે ક્યાં બીતતી ?? કે મેરા બચ્ચા એક ઝોપડપટ્ટી મેં રહેતા હૈ??? અગર મૈ આપકો કહેતા કે મેં એક ફેક્ટરી મેં રાતકો મઝ્દુરી કરકે આપની ફીસ ભરતા હું,,,, તો આપકો (અમ્મી) કૈસા લગતા??

તૌફિકે એક ક્ષણ નો વિરામ લીધો હવે તેની અમ્મી બરોબર તેની સામે સ્ટેજ ની નીચે દેખાઈ રહી હતી. “અમ્મી, મૈને આપકો બચપન સે દેખા હૈ, આપ મુજે બહોત જ્યાદા પ્યાર કરતે હો, આપ કી સારી મહેનત … સારી ઉમ્મીદ …. સારી દુનિયા… મુઝસે હૈ.. આપકે પાસ મેરે અલાવા કુછ નહિ હૈ…. આપને આજ તક જો ભી કિયા મેરે લિયે કિયા હૈ… વૈસી મેરી અમ્મી કો મેં કૈસે દુખી કર સકતા હું … અગર મેં એ બતાતા કે મૈ ઝોપડપટ્ટી મેં રહેતા હું…. અગર મેં બતાતા કે મેં રાત કો મઝદુરી કરતાં હું તો આપકો લગતા આપકી સારી મહેનત બેકાર ગઈ … આપને મેરે લિયે પહેલે હી બહોત દુખ ઉઠાયે હૈ … મૈ ઔર તુજે દુખી નહિ હો સકતા … ઇસ લિયે મૈને ઝૂઠ બોલા … મેરે દોસ્ત કે ઘર કે વિડીયો દિખાયે … મૈને એક બેંક મેં જાકર ટાઈ પહેને હુવે ફોટો તુજે ભેજે.. કયું કી તુજે ઐસા લગે કે તેરી સારી મહેનત કા ફલ તુજે મિલ ગયા… મુઝે પતા થા કી યે સબ ભલે જુઠા હૈ પર તેરે ચહેરે પે ખુશી લા દેગા… અમ્મી તેરી ખુશી કે અલાવા મેરા કોઈ ઈરાદા નહી થા ….” એમ બોલતા બોલતા તૌફીક ની આંખો ભરાઈ આવી ….

તૌફીક અવાજ પણ નીકળવાનો બંધ થઇ ગયો…. તૌફીક એકદમ શૂન્ય બની ઉભો રહ્યો એટલા માં નેન્સી મેડમ તૌફીક ની પાસે આવ્યા તેના ખભા પર હાથ મુક્યો અને તેને પાછળ જોવા કહ્યું, તેને પાછળ જોયું તો અમ્મી બરાબર તેની પાછળ આવી ને ઉભા હતા.. તૌફીક ને અમ્મી એ ગળે લગાવી દિધો. આ દ્રશ્ય જોઈ મેડમ અને તૌફીક ના મિત્રો ના આંખ માં આંસુ આવી ગયા. તાલીઓના ગડગડાટ વચ્ચે તૌફિકે એવોર્ડ લીધો અને બંને હોલ ની બહાર નીકળી ગયા અને રસ્તામાં તૌફીકે તેની અમ્મી ને બતાવ્યું કે આજે સવારે તેના ઘર નજીક બે-ત્રણ શંકાસ્પદ વ્યક્તિ વિષે પોલીસમાં તેને ખબર આપી હતી અને થોડા કલાક માજ પોલીસને તેઓના ખરાબ ઈરાદાની જાણ થઇ ગઈ અને આ ખબર મેં તેમને આપી હતી એટલે કોલેજની બહાર બેઠેલા પોલીસે તને એમ કહ્યું કે “તૌફીક કો કોણ નહિ જાનતા”.

 

આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો. જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.