લોકડાઉન થશે તેવી માત્ર અફવાઓ, રાજ્યમાં ફરી લોકડાઉન નથી આવવાનું: સીએમ રુપાણી

www.mrreporter.in

ગાંધીનગર- મી.રિપોર્ટર, ૧૧મી જુલાઈ. 

ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેવા સંજોગોમાં પુનઃ લોક ડાઉન રાજ્યમાં લાગશે અને સરકાર તેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં જ કરશે તેવા  વહેતા થયેલા અહેવાલ પર હવે  સરકારે તેની પર સ્પષ્ટતા કરી છે. જોકે, તાજેતરમાં જ સુરતમાં સ્થિતિનો તકાજો મેળવવા પહોંચેલા સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે હવે કોરોના સાથે જ કામ કરવાનું છે અને રાજ્યમાં ફરી લોકડાઉન નથી આવવાનું. સીએમે સ્પષ્ટતા કરી હોવા છતાંય ફરી લોકડાઉન આવી શકે છે તેવા અહેવાલ વહેતા થતાં સરકારે આજે ફરી સ્પષ્ટતા કરી હતી કે લોકડાઉન લાગુ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR
 
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં રોજના 700થી વધારે કેસો સામે આવી રહ્યા છે. શુક્રવારે આ આંકડો 800ને પણ વટાવી ગયો હતો. અમદાવાદમાં કોરોના હવે  કાબૂમાં આવી ગયો છે, પરંતુ હવે સુરતમાં સ્થિતિ ગંભીર બની રહી છે. જેના કારણે ટેક્સ્ટાઈલ અને હીરા ઉદ્યોગનું કામકાજ પણ પ્રભાવિત થયું છે. એટલું જ નહીં, અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસો પણ બંધ કરાઈ છે, તેમજ સુરતથી પ્રાઈવેટ વાહનોમાં આવતા લોકોનું પણ સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
 

 

Leave a Reply