જુનાગઢથી અમદાવાદ ભણવા આવેલી સ્વરુપવાન યુવતીથી થઈ ગઈ એક મોટી ભૂલ

મિ.રિપોર્ટર, 13મી જૂન

અમદાવાદ: રિવરફ્રંટ પર આમ તો પ્રેમીપંખીડાંને જોઈ અમદાવાદીઓને નવાઈ નથી લાગતી. જોકે, બુધવારે જોવા મળેલું દ્રશ્ય કોઈને પણ હચમચાવી દે તેવું હતું. એક કોલેજિયન એક છોકરીને આડેધડ ફટકારી રહ્યો હતો, અને છોકરી રડતાં-રડતાં તેને કંઈક વિનંતી કરી રહી હતી.

આ જોઈ કેટલાક લોકો તરત જ ત્યાં પહોંચ્યા. લોકોએ પહેલા તો છોકરાને મારતો અટકાવ્યો, અને તેને ધમકાવવાનું શરુ કર્યું. મોકો જોઈ છોકરો ભાગી ગયો, પણ પછી તેના હાથનો માર ખાનારી છોકરીએ રડતાં-રડતાં જે કહ્યું તે સાંભળીને લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

રિવરફ્રંટ પર પોતાને મદદ કરનારા કેટલાક લોકો સામે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી રહેલી તે છોકરીનું નામ રચના હતું, અને તે જુનાગઢ જેવા નાનકડાં શહેરમાંથી અમદાવાદ ભણવા આવી હતી. રચનાને જોઈને જ લાગતું હતું કે તે કોઈ ધનાઢ્ય પરિવારની છોકરી છે. જોકે, અમદાવાદ ભણવા આવેલી રચનાને શહેરની હાઈફાઈ અર્બન લાઈફસ્ટાઈલનો રંગ લાગી ગયો હતો, અને તેમાં તે ન કરવાની ભૂલ કરી બેઠી હતી.

રચના જે કોલેજમાં ભણતી હતી તે જ કોલેજમાં ભણતા એક છોકરા રાહુલ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. સ્માર્ટફોનના જમાનામાં આખો દિવસ બંને એકબીજા સાથે ચેટિંગ અને વિડીયો કોલિંગ કરતા રહેતા. સમય જતાં તેમની વચ્ચે સેક્સટિંગ પણ થવા લાગ્યું હતું. રચનાને પોતાની પ્રેમજાળમાં ફસાવનારો રાહુલ આ જ ઘડીની રાહ જોઈને બેઠો હતો.

રાહુલે રચના પાસે તેના ખૂબ જ પર્સનલ કહી શકાય તેવા ફોટોગ્રાફ્સ માગવાની શરુઆત કરી. આ સિલસિલો આગળ વધતા મર્યાદા ઓળંગી ગયો, અને રચના તેને પોતાના ન મોકલવાના ફોટોગ્રાફ્સ પણ મોકલવા લાગી. એટલું જ નહીં, બંને પોતાની અંગત પળોના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ બનાવવાં લાગ્યાં હતાં.

રાહુલ સાથે સંબંધોમાં આ હદે આગળ વધી ચૂકેલી રચના જાણે સાતમા આસમાનમાં ઉડી રહી હતી. પોતે અમદાવાદ ભણવા આવી છે તેનું તો તેને ભાન જ નહોતું રહ્યું. જોકે, હવામાં ઉડી રહેલી રચનાને રાહુલે પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું ત્યારે જાણે તેની કલ્પનાની દુનિયા હકીકતમાં પરિવર્તીત થવા લાગી.

રાહુલ પાસે રચનાનાં એવા ફોટોગ્રાફ્સ અને વિડીયો હતા કે જેના આધારે તે તેને બ્લેકમેલ કરી શકે તેમ હતો, અને થયું પણ એવું જ. શરુઆતમાં તો રચનાને લાગ્યું કે તેનો બોયફ્રેન્ડ આવું કરી શકે જ નહીં, પણ એક દિવસ બોયફ્રેન્ડે રચના પાસે રુપિયા માગ્યા, અને જો તે ન મળ્યા તો તેના પર્સનલ ફોટોગ્રાફ્સ વાયરલ કરી દેવાની ધમકી આપી.

ડરી ગયેલી રચના પોતાના મા-બાપને પણ આ અંગે કશુંય કહી શકવાની સ્થિતિમાં નહોતી. પહેલા તો તે ડરની મારી બોયફ્રેન્ડને રુપિયા આપતી રહી, પણ તેના નાલાયક બોયફ્રેન્ડની ડિમાન્ડ સતત વધતી જ જતી હતી. માનસિક રીતે ભાંગી પડેલી રચના આખો દિવસ રડતી રહેતી, અને તેની જિંદગી બરબાદ કરી દેનારા લંપટને કગરતી રહેતી, પણ રાહુલને તેનાથી કશોય ફરક નહોતો પડતો.

સમય જતાં રચનાને ખબર પડી કે રાહુલ તેની જેમ જ અગાઉ 18 જેટલી છોકરીઓને ફસાવી તેમની જિંદગી બરબાદ કરી ચૂક્યો છે, અને તેનો લેટેસ્ટ શિકાર તે પોતે બની છે. ગમે તેમ કરી રચનાએ હિંમત એકઠી કરી પોતાની કોલેજ ફ્રેન્ડ્સને આ અંગે વાત કરી, અને તેમણે પણ તેને સપોર્ટ આપવાની વાત કરી.

રચનાએ એક દિવસ રાહુલને રિવરફ્રંટ પર મળવા બોલાવ્યો. ડરેલી અને ગભરાયેલી રચનાએ મક્કમતાથી રાહુલને તેના ફોનમાં પોતાના જે પણ ફોટોગ્રાફ્સ છે તે ડિલીટ કરી દેવા કહ્યું. જોકે, સાવ હલકું વ્યક્તિત્વ ધરાવતા રાહુલે તો રચનાની વાત હસવામાં જ કાઢી નાખી. રાહુલ નથી જ માનવાનો તેવું લાગતા રચનાએ તેની સાથે ઝઘડો શરુ કર્યો. શરુઆતમાં તો લોકોને લાગ્યું કે પ્રેમી-પ્રેમિકા વચ્ચેનો સામન્ય ઝઘડો હશે એટલે કોઈ વચ્ચે ન પડ્યું.

જોકે, રચનાએ બૂમાબૂમ શરુ કરી દીધી. રચના હવે પોતાના તાબે નહીં થાય તેવો ડર લાગતા રાહુલે તેને જાહેરમાં જ ફટકારવાનું શરુ કરી દીધું, રચના રડતી રહી, કગરતી રહી પણ રાહુલ તેને મારતો જ રહ્યો. આખરે લોકોએ આવી તેને છોડાવી. રાહુલ તો પબ્લિકના હાથમાંથી નાસી ગયો, પણ પોતાની સાથે રચનાનો ફોન પણ લેતો ગયો.

આખરે લોકોએ રચનાને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવા સમજાવી, અને તેને જે પણ મદદ જોઈતી હોય તે આપવા ખાતરી પણ આપી. જોકે, રચનાની દ્વીધા હવે એ છે કે જો તે પોલીસ ફરિયાદ કરશે તો પોતાના પર વિશ્વાસ મૂકનારા મા-બાપને શું જવાબ આપશે?

નાના શહેરમાંથી અમદાવાદ જેવા મોટા શહેરમાં ભણવા કે જોબ કરવા આવતી રચના જેવી કેટલીય યુવતીઓને રાહુલ જેવા નાલાયકો પોતાની શિકાર બનાવી રહ્યાં છે. યુવાનીના જોશમાં આવી કોઈ ભૂલ કોઈનાથી પણ થઈ શકે તે સમજી શકાય તેવી વાત છે, પણ આવા સંજોગોમાં કોઈના બ્લેકમેલિંગને તાબે થવા કરતા તેની સામે પોલીસ ફરિયાદ કરી તેને પાઠ ભણાવવો પણ જરુરી છે, જેથી આવા નાલાયકો કોઈ બીજી નિર્દોષ યુવતીને પોતાનો શિકાર ન બનાવે.

(તમામ પાત્રો, સ્થળના નામ બદલ્યા છે)

Leave a Reply