નવી દિલ્હી-રાજનીતિ,મિ.રિપોર્ટર,૩૦મી મે
કેન્દ્રમાં પુનઃ નરેન્દ્ર મોદીની સરકાર બનશે. આજે સાંજે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી શપથ પણ લેશે. તેમની સાથે અંદાજે ૭૦ જેટલા નેતાઓ મંત્રી તરીકેના શપથ લેશે. શપથ ગ્રહણના કાર્યક્રમ બાદ શરુ થનારા પહેલા સંસદના સત્રમાં નવનિયુક્ત સાંસદો પણ શપથ લેશે. ત્યારે આ સાંસદો, દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને કેટલો પગાર ચૂકવવામાં આવે છે ? આ અંગેની માહિતીની જાણકારી અમે આપીશું.
વડાપ્રધાનનો પગાર
ભારતના પ્રધાનમંત્રીને પ્રતિમાસ 1.60 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 2013માં એક RTI દ્વારા જાણવા મળ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બેઝીક પગાર 50 હજાર હતો, જેમા 3 હજાર ભથ્થું જોડવામાં આવતો હતો. સાથે 2 હજારનું રોજનું ભથ્થું પણ જોડવામાં આવે છે. આ સિવાય તેમને 45 હજાર ચૂંટણી ક્ષેત્ર માટે આપવામાં આવે છે. આ તમામ સુવિધા સાથે પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં લોકકલ્યાણ માર્ગ પર એક બંગલો, ખાનગી સ્ટાફ, સ્પેશિયલ સુરક્ષા સાથે લિંબોજિન કાર, અને SPGની સુરક્ષા અપાઈ છે. તો રિટાયર થયા બાદ પ્રધાનમંત્રીને 20 હજાર પેન્શન અપાઈ છે. દિલ્હીમાં એક બંગલો એક આસિસ્ટન્ટ અને સેવકો આપવામાં આવે છે. નિવૃત્ત થયા બાદ રેલવેમાં ફ્રી સેવા અને વાર્ષિક 6 ડોમેસ્ટિક એક્ઝિક્યુટીવ ક્લાસમાં ફ્રિ ફ્લાઈટ સેવા મળે છે.
રાષ્ટ્રપતિનો પગાર
ભારતના રાષ્ટ્રપતિનો એક મહિનો પગાર 5 લાખ રૂપિયા હોય છે. અગાઉ તેમનો પગાર માત્ર 1.5 લાખ ચૂકવવામાં આવતો હતો. જાન્યુઆરી 2006માં તેને વધારીને 5 લાખ કરી દેવાયો છે. સાથે અન્ય તમામ સુવિધા રાષ્ટ્રપતિ માટે નિશ્ચિત હોય છે. આ સાથે 5 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ આવાસ પણ મળે છે. રાષ્ટ્રપતિની કાર સાથે 25 ગાડીઓનો કાફલા વચ્ચે ચલાવવામાં આવે છે. તે સાથે રાષ્ટ્રપતિ ભવનની વ્યવસ્થા માટે વાર્ષિક 30 કરોડનું બજેટ નક્કી કરવામાં આવે છે.