સુરતના ગોલવાડમાં શ્રીજી ની સવારી સમયે જ જાહેરમાં દારૂ ને બીયર પીને યુવાનોએ ” શરાબી” ફિલ્મ પર ડાન્સ કર્યો…જુઓ..

સુરતના ગોલવાડમાં શ્રીજી ની સવારી સમયે જ જાહેરમાં દારૂ ને બીયર પીને યુવાનોએ " શરાબી" ફિલ્મ પર ડાન્સ કર્યો.

વિડીયો સોશિયલ મિડિયા પર વાઈરલ : વાઈરલ વિડીયો ને જોયા બાદ સુરત પોલીસે આઠ યુવાનોની ધરપકડ કરી

સુરત-ક્રાઈમ, મી.રીપોર્ટર, ૩જી સપ્ટેમ્બર.

રાજયભરમાં એકબાજુ ગણેશોત્સવ ની ભારે ધૂમ છે.  દરેક શહેરીજન પોતાના ઘર, સોસાયટી અને વિસ્તારમાં ધામધૂમ અને ઢોલ-નગારા તેમજ ડીજે ના તાલે પરિવારજનો અને મિત્રોની સાથે ગણપતિ બાપ્પા ની મૂર્તિની સ્થાપના કરે છે.  જોકે સુરતના ગોલવાડ વિસ્તારમાં શિવ ગણેશ યુવક મંડળ ના કેટલાક યુવાનો ગણપતિ -શ્રીજી ની મૂર્તિ મંડળમાં લાવવામાં આવી રહી હતી, તે વેળા જ જાહેર માર્ગ પર બીયર અને દારૂ ની ખુલ્લેઆમ મહેફિલ માનતા જોવા મળ્યા હતા. એટલું જ નહિ પણ યુવાનો અમિતાભ બચ્ચનની જાણીતી ” શરાબી ” ફિલ્મ મુજે નોલખા દિલા દે….નશા શરાબ મે હોતી તો નાચતી બોતલ….ગીત ના તાલે ઝૂમતા- ડાન્સ કરીને એક બીજા ને શરાબ અને બીયર પીવડાવતા જોવા મળ્યા હતા. તેમનો આ વિડીયો સોશિયલ મિડિયા પર ખુબ વાઈરલ થયો હતો….જુઓ….વિડીયો…

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ  ગણપતિ બાપ્પાના આગમન ટાણે જ હાથમાં દારૂ અને બીયરની બોટલ લઈને જાહેર માર્ગ પર ડાન્સ કરતા યુવકોનો વિડીયો વાઈરલ  થયા બાદ હરકતમાં આવેલી સુરત પોલીસે ગોલવાડ વિસતારના શિવ ગણેશ યુવક મંડળ ના 8 યુવાનોની ધરપકડ કરી હતી. પોલીસે તેમના પર લોકોની ધાર્મિક લાગણી દુભાવવા નો કેસ નોધી ને વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતના ગોલવાડમાં શ્રીજી ની સવારી સમયે જ જાહેરમાં દારૂ ને બીયર પીને યુવાનોએ " શરાબી" ફિલ્મ પર ડાન્સ કર્યો.
સુરતના ગોલવાડમાં શ્રીજી ની સવારી સમયે જ જાહેરમાં દારૂ ને બીયર પીને યુવાનોએ ” શરાબી” ફિલ્મ પર ડાન્સ કર્યો.
જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ  જઈને વધુ સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.
==== Please like,follow and Subscribe us ====
⇰ Facebook : https://www.facebook.com/mrreporterin
⇰ Youtube: https://www.youtube.com/c/mrreportero…
⇰ Twitter: https://www.twitter.com/mrreporterin
⇰ Instagram: https://www.instagram.com/mrreportero…
⇰ Websites: http://www.mrreporter.in, 
https://www.linkedin.com/in/mr-report…
⇰ WhatsApp: 7016252800

Leave a Reply