આર્ટીકલ 370 ના મુદ્દે કાશ્મીરના મહારાજા હરિસિંહના પુત્ર કર્ણસિંહે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું…જાણો કેમ ?

Spread the love

કર્ણસિંહે કહ્યું કે મને માત્ર ચિંતા ત્યાના લોકોની છે, ત્યાં હિંસા હવે બંધ થવી જોઇએ

નવી દિલ્હી – મિ.રીપોર્ટર, ૮મી ઓગસ્ટ.

જમ્મુ અને કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦  ખતમ થયા બાદ કાશ્મીરના મહારાજા હરિસંહના પુત્ર ડૉ. કર્ણસિંહે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં લદ્દાખના અસ્તિત્વનું સ્વાગત છે. આર્ટીકલ  35 એ માં લિંગ ભેદભાવને સંબોધિત કરવાની આવશ્યકતા છે. ડૉ. કર્ણસિંહે પોતાના નિવેદનમાં ચિંતા વ્યકત કરતા જણાવ્યું કે,  જમ્મૂ કાશ્મીરના દરેક વર્ગો અને વિસ્તારની ભલાઇ છે.

View image on Twitter

@ANI
Dr Karan Singh, Congress leader&son of Maharaja Hari Singh, on abrogation of Article 370: Ladakh’s emergence as a Union Territory is to be welcomed…Gender discrimination in Article 35A needed to be addressed…My sole concern is to further welfare of all sections&regions of J&K

ડૉ. કર્ણસિંહે  વધુમાં જણાવ્યું હતું કે,  મારું વ્યક્તિગત માનવું છે કે સંસદમાં આ ઉતાવળથી લેવાયેલો નિર્ણય છે. સ્પષ્ટ રૂપથી તેની મુંઝવણોથી નિપટવા માટે હજુ ઘણા સ્તરેથી પસાર થવું પડશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આના માટે રાજકીય સંવાદ ચાલુ રાખવો મહત્વપૂર્ણ છે. અહીના બે મુખ્ય પાર્ટીના લોકોને રાષ્ટ્રવિરોધી કહેવા અનુચિત છે. તેમના કાર્યકર્તાઓએ લાંબા સમયથી અહી બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે જલદીથી કાશ્મીરનું વાતાવરણ સારું બને અને અહીં હિંસાનું કોઇ સ્થાન ન હોય.