મિ.રિપોર્ટર, ૪થી નવેમ્બર

સુપરસ્ટારશાહરૂખ ખાનએ બાંદ્રા સ્થિત પોતાના ઘર પર પાર્ટીનું આયોજન કર્યું. આ દરમિયાન બે આવીઘટનાઓ ઘટી હતી.

પ્રથમ ઘટના ત્યારે ઘટી જ્યારે કોલકાતાથીઆવેલા મોહમ્મદ સલીમ નામના એક ફેને પોતાના પર બ્લેડ ચલાવી. તેના પછી હાજર પોલીસેતેને સારવાર માટે નજીકની ભાભા હોસ્પિટલ લઈ ગઈ. માહિતી મુજબ, આ વ્યક્તિ શાહરુખ ખાનને ન મળી શકવાના કારણે દુખી હતો.

ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂર સાથે પોતાના અભિનયનો પરિચય કરાવી ચુકેલા ઈશાન ખટ્ટર જેવા જ શાહરૂખના ઘરની બહાર નિકળ્યા ફેન્સે તેની ગાડીને ઘેરી લીઘી હતી. દરેક જણ ઇશાનની એક ઝલક જોવા માંગતા હતા. જેના પછી ભીડને ખસેડવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

જોકે સુરક્ષાને જોતા મન્નતની બહાર ભારે પોલીસ બળ ઉપરાંત ખાનગી સિક્યોરિટી પણ રાખવામાં આવી હતી. મુંબઈ પોલીસ દ્વારા શનિવારે એક રેસ્ટોરન્ટમાં સમયસીમાના ઉલ્લંઘનનો લઈને બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની બર્થડે પાર્ટી રોકી દીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં રાત્રે એક વાગ્યે પછી રેસ્ટોરન્ટ ચાલુ ન રાખી શકાય.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: